હર્ષદમાં ભવ્ય શોભાયાત્રા: ભાવિકો દ્વારા શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનું સ્વાગત
માધવપુર ઘેડ ખાતે વિવાહ પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ -રાજકુમારી રૂકમણીજી સત્કાર સમારોહ શોભાયાત્રા યોજાનાર છે. ત્યારે હર્ષદ ગાંધવી ખાતે માધવપુર ઘેડથી આવેલી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
માધવપુર ઘેડના મેળાના પાંચમા દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગ નિમિત્તે દ્વારકામાં શ્રીકૃષ્ણ રુક્ષ્મણી સ્વાગત સત્કાર સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ,આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સર્માં,અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ,કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય રાજ્યમંત્રી મીનાક્ષી લેખી,મણીપુરના સાયન્સ ટેકનોલોજી મંત્રી શ્રી થમ્બ બિસ્વજીત સિંઘ, ગુજરાતના વન પર્યાવરણ અને પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો અને પૂર્વોત્તર રાજ્યોના કલાકારો અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમનું જીવન અને ઉપદેશ આપણા માટે પ્રેરણાદાયી છે.યુવાઓ સહિત ઉપસ્થિત ભક્ત સમુદાયને મહાભારત વાંચવાની શીખ આપી રાજ્યપાલ એ જણાવ્યું હતું કે મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનના તથ્યો કે જે આપણા માટે પ્રેરણા આપે છે તે આપણે જાણવા જોઈએ .
ભગવાન શ્રી કૃષ્ણએ જીવનમાં માત્ર એક જ લગ્ન કર્યા હતા અને તે શ્રી રુક્ષ્મણી સાથે. ગીતાના ઉપદેશથીથી આપણને કર્મનું મહાત્મ્ય સમજાવ્યું છે.અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રી પેમા ખાંડુએ આજના આ મહોત્સવમાં નોર્થ ઈસ્ટના રાજ્યોને જોડવા બદલ ગુજરાત સરકારનો અને સાંસ્કૃતિક મંત્રાલયનો આભાર માન્યો હતો અને પ્રધાનમંત્રીશ્રીની એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવના ચરિતાર્થ થઈ રહ્યું હોવાનું તેમણે ગૌરવ સાથે જણાવી ભારતમાં સૂર્યનું પહેલું કિરણ જ્યાં પડે છે તે શ્રી રુક્ષ્મણીના જન્મ વિસ્તાર અરુણાચલ પ્રદેશના દોન્ગ અને દ્વારકા વચ્ચે સાંસ્કૃતિક સેતુ જોડાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.
આસામ મુખ્યમંત્રી હેમંતા બીશ્વા સર્માએ કહ્યુ કે ભારતમાં જ્યાંથી સૂર્યોદય થાય તે ઉત્તરપૂર્વની ભૂમિ અરુણાચલપ્રદેશ અને સૂર્યાસ્ત થતી ગુજરાતની દ્વારિકા ભૂમિને જોડવાનું કાર્ય ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આજથી આશરે પાંચ હજાર પૂર્વે કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ઉત્તરપૂર્વને વિકાસની એક નવી દિશા બતાવી છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નેતૃત્વમાં દેશની સંસ્કૃતિને એક તાંતણે જોડવા એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ હેઠળ દેશના કણ – કણ, વ્યક્તિ – વ્યક્તિની પરંપરાને જોડવાનું કાર્ય કર્યું છે.
ઉત્તરપૂર્વની સંસ્કૃતિને પશ્ચિમની સંસ્કૃતિ સાથે જોડતો ઉત્સવ એટલે માધવપુર ઘેડનો મેળો. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજી ના માધવપુર વિવાહ થયા બાદ રૂકમણીજીનું સ્વાગત રૂકમણીસ્ત્રોતમ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ ઉત્તરપૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનું જોડાણ સાચા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાર્થક કરે છે. તેમજ પ્રાચીન વર્ષો જૂની પરંપરાને દ્વારકાના સ્થાનિક લોકો દ્વારા જાળવી રાખવા બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું..