ર૧મી સદીના વિશ્ર્વમાં અત્યારે અભિવ્યકિતનો દોર ચાલી રહ્યો છે. પેંડાથી શરુ થયેલી માનવ સંસ્કૃતિના વિકાસની સફર વાયા ચાકડા ભાગલા બનાવવાના થી થઇને કારનોટ એન્જિનન અને હવે સુપર સોનીક વિમાનથી લઇને ટેકનોલોજીનો આવિસ્કાર પાતાળથી લઇ અવકાશ સુધી પહોંચી ચુકયો છે. યાંત્રિક ઉત્ક્રાંતિના આ ચરમસીમાં જેવા યુગમાં હવે મશીન શરુ કરવા માટે હેન્ડલ  મારવાની જરુર નથી. મોટા ભાગે સ્વીચ સ્ટાર્ટ પ્રણાલી આવી ગઇ છે. અને આ ટેકનોલોજી પણ હવે પુરાણી થઇ ગયો હોય તેમ હવે તો મનની અભિવ્યકિત પર કામ કરતાં ડિવાપીસથી માનવ જીવન ક્રમશ: તબકકાવાર શ્રમનો ઉપયોગ ખુબ થતો જાય છે.

અને ટેકનોલોજીની આ હરણ ફાળ વચ્ચે હવે સંપૂર્ણપણે વિશ્વ વિવિધ પ્રકારની લાગણી અભિવ્યકિત અને મનના ભાવને મહત્વ આપતું થયું છે. સિંધી સંસ્કૃતિમાં એક કહેવત છે કે ‘મન ગંગા તો કથરોટમાં ગંગા’ મનની શકિત અને તેની પવિત્રતાનું ગંગા સાથે સરખામણી કરવામાં આવી છે. ઘણા ફિલોસોફરો અને તત્વચિંતકોએ મનની અષાઢ શકિત અંગે ઘણું બધું કહ્યું છે.

કેટલાક લોકોએ તો કહ્યું છે કે મંદીર, દેવાલયો, બારગાહોમાં ભગવાન અને અલ્લાહને જગાડવા માટે કોઇ મહેનત કરવાની નથી દેવાલયોમાં એકવાય મન જાગી જાય તો સઘડું શકય બને છે મન જગાડવા માટે સત્ય સાત્વીકતા અને વ્યકિતગત  નિખાલસતાની જરુર પડે મનના મેલ દુર કરવા માટે તો સાલસુતા જરુરી છે. આજે એપ્રિલ ફુલનો દિવસ વિશ્ર્વ સમાજ એકબીજાને મુરખ બનાવીને ઉજવે છે  પરંતુ એપ્રિલ ફુલનો દિવસ મુરખનો ગણવા એજ મોટી મુર્ખાઇ બની રહે છે. કોઇકને છેતરવા માટે પ્રથમ તો પોતાને જ છેતરાવવું પડે છે. મનને હળવા ફુલ બનાવવાના અવસરથી માનવીઓનું પરસ્પરનું અંતર ઓછું થાય છે. એપ્રિલ મહિનાનો પહેલો દિવસ માર્ચથી માર્ચનો નાણાકીય વર્ષની પુર્ણાહુતિ બાદ આવતો પ્રથમ દિવસ છે.

બધા હિસાબ-કિતાબના સરવૈયા મેળવીને વ્યવહારનું ખાતુ નિલ કરીને જે હળવાશનો અનુભવ કરવાનો હોય તેનો મને એપ્રિલ ફુલની ઉજવણીમાં છુપાયેલો હશે એપ્રિલ ફુલની આ સભ્યતા કયારથી શરુ થઇ  તેનો કોઇ ચોકકસ ઇતિહાસ મળતો નથી.પરંતુ જયાં સુધી માનવ સંવેદનામાં ચેતનાનો સંચાર રહેશે ત્યાં સુધી મનની હળવાશની લહેરો ઉડાતો આ અવસર અમર રહેશે. વર્ષમાં આ એક દિવસ જ કદાચ એવો હશે કે જેમાં સામાજીક બંધનો અને દરજજાના દંભના પદા હપ્તા હશે એપ્રિલ ફુલની મજાક સમ્ય ગણી ને આ તહેવાર સમાનું મહત્વ સમજાવ્યું છે.

જીવનમાં ક્ષમાનું મહત્વ સમજાય જાય તો કુદરતને સમજવું સાવ સહેલું છે. એપ્રિલ ફુલની ઉજવણી આમ તો પશ્ર્ચિમી સંસ્કૃતિનું પ્રતિક છે. પરંતુ ક્ષમાદાનનો તેના ભાવ તોવિશ્ર્વ ધર્મ સંસ્કૃતિ અને મહાવીર ભગવાનથી લઇ અક્ષરપુ‚ષોતમ અવધપતિ ભગવાન રામ પ્રેમના મસીહા ઇસા મસીહ, શાંતિના સંદેશાવાહક પંયગમ્બર મોહમંદ સાહેબથી લઇને તમામ ધર્મના સંદેશામાં ક્ષમા યાચના પાયાનો સિઘ્ધાંત છે એપ્રિલ ફુલ ના દિવસે હળવા ફુલ થવાનો અવસર મળે એ પણ એક પ્રસાદી જ ગણાય અલબત આ ઉજવણી પણ એક દિવસની મર્યાદાનું પાલન કરતા સંયમ શીખવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.