વાહનની વધતી સંખ્યા અને સાંકડા માર્ગોના પરિણામે પાર્કિંગની જગ્યા જ ન બચતા રાહદારીઓ તથા દુકાનદારો ત્રાહિમામ પોકારી ગયા: પબ્લીક અવેરનેસ અને તંત્રને જાગવાની જરૂર
રાજકોટ શહેરનો વિકાસ જેટ ગતિએ થઇ રહ્યો છે. સ્માર્ટ સિટી બનવાને આડે હવે માત્ર થોડા પગઠીયા જ ચડવાના બાકી છે ત્યારે સ્માર્ટ સિટી બનવા પહેલાની રૂકાવટ ટ્રાફિક સમસ્યા બની રહી છે. શહેરમાં વાહનોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. માર્ગો સાંકડા છે પરિણામે પાર્કિંગની જગ્યા જ બચી નથી. પેઇડ પાર્કીંગની સુવિધા છે જ્યાં તમામ લોકો પાર્ક કરી શકે તેમ નથી. પરિણામે જ્યાં ત્યાં વાહનો ખડકાયેલા જોવા મળે છે જે ટ્રાફિકમાં વધારો કરી રહ્યા છે. પાર્કિંગની જગ્યા જ ન બચતા રાહદારીઓ અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સમસ્યાના બે ઉકેલ છે: એક તો લોકોમાં જાગૃતિ આવે અને બીજો અન્ય મેગા સિટીની જેમ રાજકોટમાં પણ વન-વે જાહેર કરવા, પાર્કિંગ માટે ખાસ સ્થળો ફાળવવા સહિતના પગલા લઇ શકાય છે. પાર્કિંગની સમસ્યા મુદ્દે ટીમ અબતક દ્વારા ઉકેલ માટેના સૂચનો લેવામાં આવ્યા હતા.
પીએસઆઇ અસ્લમ અન્સારીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ ફોર વ્હીલર્સને લોક લગાડવા પાછળનું કારણ જણાવ્યું કે કોઇપણ કાર જ્યારે રસ્તા પર પાર્ક થયેલી હોય તો મોટર વ્હીકલ એક્ટ ૧૨૨ મુજબ પીળા પટ્ટા બહાર પાર્ક કરેલ હોય તો શિક્ષાત્મક પગલા લેવામાં આવે છે. નો પાર્કિંગનું બોર્ડ મારેલ હોય છે, ઉપરાંત સ્પેશ્યલ પીળા પટ્ટા પણ કરવામાં આવેલા છે. તોય લોકો ગેરકાયદેસર વાહનો પાર્કખ કરે તો દંડ ફટકારવામાં આવે છે. ઉપરાંત જણાવાયું કે રાજકોટની જનતા શાંતિપ્રિય જનતા છે. તો એમની ઇચ્છા દર્શાવી કે ટ્રાફીકના નિયમો પણ પાળે અને સ્વયંભુ શીસ્ત પાળી સહયોગ આપે. ગાડી લોક કરતા ૧૦૦ રૂ. જેટલો દંડ ફટકારવામાં આવે છે. ગાડી લોક કર્યા બાદ લોક પર કોન્સ્ટેબલના નંબર લગાડવામાં આવેલા હોય છે. વાહનનો માલિક કોન્ટેક કરી વાહન છોડાવે છે.
શૈલેષ પંડ્યાએ કહ્યું હતું કે સિક્કા બે બાજુ હોય છે. ગેરકાયદેસર પાર્કિંગ થઇ રહ્યા છે જે ટ્રાફિકને નડતરરૂપ હોય છે જે લોકોને પણ શિખ મળે તે માટે રાજકોટ મહાનગર પાલિકાએ સારી કામગીરી હાથ ધરી છે. બીજી બાજુ જોઇએ તો પાર્કિંગ પ્લેસનો રાજકોટની અંદર ભયંકર પ્રોબ્લેમ છે. દુકાનોમાંથી ખરીદી કરવા જાય તો ત્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી. તે લોકોએ નાછૂટકે જેમ-તેમ પાર્કિંગ કરવુ પડે છે. આરએમસી દ્વારા વાહન લઇ જવામાં આવે તો લોકોને તકલીફ પડે છે. વ્યક્તિઓ મુંઝાય જાય છે કે ગાડી ચોરાઇ ગઇ કે કોઇ લઇ ગયું. તે બાબતની તકલીફ રહે છે. પ્રયાસ સરાહનીય છે તેની સામે પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવી જોઇએ.
અલ્પેશ રામાણી (હેન્ડીકેપ્ટ ગ્રાહક) કહ્યું હતું કે, વેકેશન છે તો બાળકો માટે સ્કેટીંગ લેવા આવ્યા છીએ. મે અહીં વ્હાઇટ પટ્ટા જોયા તે ન હતા તેથી ખ્યાલ ન આવ્યો કે બધાની ગાડી લાઇનમાં હતી ત્યાં મે રાખી દીધી. અહીં આજુ બાજુમાં પાર્કિંગની વ્યવસ્થા નથી. (પગની તકલીફ) હેન્ડીકેપ્ટ છું તેમ છતા પણ સફેદ પટ્ટા હશે ત્યાં જ ભલે બે કિ.મી. ચાલવું પડે ત્યાં ગાડી પાર્કિંગ કરીશ. લોકો માટે પાર્કિંગ ઝોન ઉભા થવા જોઇએ. વ્યવસ્થિત સાઇન બોર્ડ લાગવા જોઇએ કે અહીં પાર્કિંગની વ્યવસ્થા છે.
જલ્પાબેન (ગ્રાહક)એ કહ્યું હતું કે, રાજકોટમાં ઘણી જગ્યાએ પ્રોબ્લેમ છે. લાઇનિંગ કરી નથી. એટલી પ્લેસ (જગ્યા) પણ હોતી નથી. તંત્રએ વ્યવસ્થા કરવી જોઇએ. પાર્કિંગ પ્લેસ ઉભા થવા જોઇએ. મે ક્યાંય રૂલ્સના બોર્ડ જોયા નથી. તો તેને દરેક જગ્યાએ લગાડવા જોઇએ. જેથી લોકોને અવેરનેસ રહે. અહીં શોપવાળા પણ કહે છે કે તેમણે વ્હાઇટ પટ્ટા કરવામાં આવે તે માટેની અરજી કરી છે.
અત્યારે ટોઇંગ પઘ્ઘ્તિથી વાહન લઇ જવામાં આવે છે. આપણે દવાના સ્ટોર પર ઉભા છીએ. ક્યારેક ઇમરજન્સીમાં ખ્યાલ ન હોય. પેસન્ટને દવા મોકલાવવાની ઉતાવળ હોય અને ગાડી પાર્ક કરીને જાય. અહીંથી વાહન ટોઇંગ કરીને ઉંચકીને લઇ જાય તો તે યોગ્ય નથી. અમુક એરિયા પ્રોવાઇડ કરવા જોઇએ. સરકારે વ્યવસ્થા કરી પછી નિર્ણય લેવો જોઇએ. વાહન વેરો, રોડ ટેક્સ, પાર્કિંગ ટેક્સ અને અન્ય ટેક્સ ભરીએ છીએ તો તેના માટેની છૂટ આપવી જોઇએ તેમ ન કરી શકે તો વૈકલ્પીક વ્યવસ્થા કરવી જોઇએ. વ્યવસ્થામાં વાહન પાર્ક કરીને ખરીદી કરવા જઇ શકે. આ વર્ષો જુના રસ્તા છે નવુ નિર્માણ થવાનું નથી તે પ્રમાણે આખા રાજકોટને વન-વે બનાવવો જોઇએ. જો તેમ કરવામાં આવે તો પ્રશ્ર્નનો હલ આવી શકે. મુંબઇ, બેંગલોર, દિલ્હી, કલકતા અને મદ્રાસમાં અમે જોયુ છે કે ત્યાં ૨-૩ કિ.મી.ના વન-વે હોય છે. જેથી એક બાજુ વાહન પાર્ક કરી શકે બીજી બાજુ વાહન ચાલી શકે. સરકારે જાહેરાત આપીને લોકોને માનસિક રીતે તૈયાર કરવા જોઇએ. આ યોગ્ય નથી અને વન-વે તે રીતે જશે તો ક્યારેય પણ વાહનને ટોઇંગ નહીં કરવું પડે.
મહેશભાઇએ જણાવ્યું હતું કે, અહીં ગાડી રાખવાની ના પાડે છે. બીજી કોઇ જગ્યા છે નહીં. ઉપર રાખે તો પોલીસવાળા ના પાડે, વ્યવસ્થા કોઇ કરતું નથી. તો ગાડી પાર્ક કરવા ક્યાં જવું. વ્યવસ્થા કરવા માટેની જરૂર છે. અહીં તંત્રએ કાયદેસરની પાર્કિંગ વ્યવસ્થા કરવી જોઇએ.
પટેલ ઉમેદ (ગ્રાહક)એ કહ્યું હતું કે, મને લાગે છે કે મેં કાયદાનો ભંગ કર્યો લાગે છે કે કદાચ લાગતું ની કે યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરી હોય કેમ કે લાગતું નથી કે અહીં પાર્કિંગ હોય, પબ્લિકને ખ્યાલ આવે તે માટે યોગ્ય પાર્કિંગ માટેની માર્કિંગ, પાર્કિંગ ઝોન, પ્લેસમેન્ટ અને સાઈનિંગ બોર્ડ પણ હોવા જોઈએ અને જગ્યા ન હોય તો પે એન્ડ પાર્કની પણ વ્યવસ કરવી જોઈએ. પાર્કિંગ વ્યવસ હશે તો બીજાને અડચણ નહીંથાય.
કપડાના વેપારી વિરેન્દ્ર શાહે કહ્યું કે, અહીં ટુ-વ્હીલર માટે સિંગલ લાઈન વ્યવસ ફોર વ્હીલર લઈને આવતા ગ્રાહકોને બહું જ તકલીફ પડે છે. ઘણીવાર ટ્રાફીકના અધિકારીઓ સો રંકજક તી હોય છે તેથી આમાં અવનેશની જરૂર છે. પહેલા લાઈનીંગ હતી. નવો રોડ બન્યા બાદ અધિકારી લાઈનિંગ કરી નથી ગયા. ટ્રાફીકના પ્રોબ્લેમને કારણે લોકોનાં ટોળા એકત્રિત થઈ જતાં બિઝનેશ ઉપર પણ અસર થાય છે.
ભરતભાઈ કોટકે કહ્યું હતું કે, અહીં પાર્કિંગ નથી અને અહીં ચા-પીવા ઉભા રહ્યાં અહીં ક્યાંય પાર્કિંગ ન હોવાથી ગાડી પાર્ક કયાં કરવી, દિવસમાં ત્રણ વાર ચા પીવા આવું છું. અહીં અમે ગાડી ચાલુ રાખીને ઉભા છીએ તેથી ગાડી પાર્કિંગ ની કર્યું. પાર્કિંગની વ્યવસ હોવી જોઈએ. તંત્ર, મ્યુનિસિપાલીટી અને સરકાર અહીંયા પાર્કિંગની વ્યવસ કરવી જોઈએ. અહીં આટલા બિસનેસ છે. કોમર્શિયલ એરિયા યાજ્ઞિક રોડ છે તો ગાડી પાર્ક કરવાની જગ્યા ન હોય તો લોકોને અગવડતા પડે અમે અહીં ટેમ્પરેરી ગાડી પાર્ક કરી છે અને મિડિયાને રજૂઆત કરવા જણાવ્યું કે તમે તંત્રને જણાવો કે પાર્કિંગ વ્યવસ કરવામાં આવે. અહીં પાર્કિંગ માટેની જગ્યા નથી. હું ગાડી પાર્ક કરવા માટે જગ્યા ગોતી રહ્યો છું દુકાને ખરીદી કરવા આવ્યા હોય તો કેવી રીતે જવાનું તેથી પાર્કિંગની વ્યવસ કરવી જોઈએ. હું હંમેશા યોગ્ય જગ્યાએ જ ગાડી પાર્ક કરું છું ક્યારેય ગાડી ડીટેઈન ઈ નથી.
લલીતભાઈ (કસ્ટમર)એ કહ્યું હતું કે, અહીં ફોનની ખરીદી કરવા આવ્યા છીએ અહીં પાર્કિંગની જગ્યા નથી. પાર્કિંગ માટેની વ્યવસ થાય તો ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ શકે તે માટે તંત્રએ પાર્કિંગની વ્યવસ ગોઠવવી જોઈએ.
યાજ્ઞીક રોડ પર આવેલ દુકાનોનાં દુકાનદારોએ ‘અબતક’ સો વાતચીત કરી.
યુવરાજ ઓપ્ટીકલના માલિક હરીષભાઈએ જણાવ્યું કે, વાહન પાર્કિંગનો પ્રશ્ર્ન સળગતો છે અને એમની શોપમાં પણ ઘણા ગ્રાહક આવે છે અને તેઓની ફરીયાદ સતત એવી રહે છે કે પાર્કિંગ માટેની પ્રોપર જગ્યા ન હોવાથી પણ ઘણા પ્રશ્ર્નો ઉદભવે છે. જેના કારણે ગ્રાહકો શોપમાં આવવાનું ટાળે છે.
કિશોરભાઈ પાઠકે જણાવ્યું કે, પે-પાર્કિંગ એ ગંભીર ભુલ છે. કારણ કે કોઈપણ માણસ ૫ મીનીટ પાર્ક કરવા માટે પૈસા ન જ આપે. ઉપરાંત તેઓને સળગતો પ્રશ્ર્ન એ છે કે તેઓની શોપ ઈમ્પીરીયલની સામે આવેલ છે અને ત્યારે પાર્કિંગનો ખુબજ પ્રશ્ર્ન ઉદ્ભવે છે. વાહનોનું ટોઈંગ યા બાદ તેઓનો કસ્ટમરની સંખ્યા પણ ઘટી જાય છે અને આ બાબત ખુબજ અઘરી બની છે. તેઓ જયારે પોતાની રીતે બારે જાય ત્યારે તેઓએ પોતે પણ પાર્કિંગની સમસ્યાનો અનુભવ કર્યો છે અને ‘અબતક’ના માધ્યમી જણાવ્યું કે, પાર્કિંગ માટેની વિશેષ સુવિધા હોવી જ જોઈએ.
પટેલ ફરસાણ (એસ્ટ્રોન ચોક)ના માલિક હિતેષભાઈ પટેલે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું કે, તેઓ ઘણા સમયી તેમની શોપ ચલાવે છે. લોકો આડેધડ પાર્કિંગ કરે છે તેથી તેમના ગ્રાહકને પણ દુકાન સુધી પહોંચાડવા સમસ્યાઓ ઉદ્ભવે છે. ઉપરાંત તંત્રને જણાવ્યું કે બને ત્યા સુધી જલદી ને જલદી પગલા લેવા જોઈએ અને વાહન પાર્કિંગ માટેની સુવિધા કરવી જોઈએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com