ડો.ચૌલાબેન લશ્કરીએ મેળવી ઐતિહાસિક સિદ્ધિ: ભૂતકાળમાં ‘અબતક’ સાથે મળી સ્વાઈન ફલુ સામે પાંચ લાખ રક્ષિત ડોઝ આપ્યા’તા
“અમિ કોવિડ-૧૯ નામની હોમિયોપેથી દવાથી વધે છે ઇમ્યુનિટી પાવર
સમગ્ર વિશ્ર્વમાં કોરોના મહામારી ફેલાઈ ચૂકી છે, તેની અસર કેવી થાય છે અને કેવી કેવી કાળજીઓ રાખવી તે અંગે હોમિયોપેથીમાં એમડી થયેલા ડો.ચૌલાબેન લશ્કરીએ વિડીયો કોન્ફરન્સથી વિશેષ માહિતી આપી હતી. ભૂતકાળમાં સ્વાઈન ફલુના આતંક સમયે ડો.ચૌલાબેન લશ્કરીએ ‘અબતક’ સાથે મળી પાંચ લાખ ડોઝનું લોકોને વિતરણ કર્યું હતું. આ સેવાકાર્યમાં નેમિનાથ ટ્રસ્ટે અગત્યનો ભાગ ભજવ્યો હતો. ઉપરાંત બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ, પૂજીત રૂપાણી ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ પણ જોડાઈ હતી.
તેમણે કહ્યું હતું કે, કોરોના એક વાયરસનો પ્રકાર છે. આ વાયરસથી થતા રોગનું નામ એટલે કે, કોવિડ-૧૯ આ વાયરસનું એક અનોખુ ફેમિલી છે. જેમાં સાર્સ અને મર્સ નામના આ બન્ને વાયરસથી ભૂતકાળ વિશ્ર્વના અનેક લોકો સપડાયેલા હતા. હાલમાં જે રોગ ચાલી રહ્યો છે જેનું નામ સાર્સ સીઓવી-૨ રાખેલું છે. કોઈપણ વાયરસ કાંતો ડીએનએ અથવા આરએનએ વાયરસ હોય છે. આ કોવિડ-૧૯ એટલે કે, સાર્સ સીઓવી-૨એ આરએનએ વાયરસ છે.
કોવિડ-૧૯ની વિશ્વમાં સૌપ્રથમ ક્યારે શરૂઆત થઈ?
વિશ્વમાં કોવિડ-૧૯ સૌપ્રથમ ૧૭ નવેમ્બર ૨૦૧૯ના રોજ એક ચાઈનીઝ ડો.લી વેનીલીયાએ ચેતવણી આપી હતી કે એક નવો જ વાયરસ વિકાસ પામી રહ્યો છે પરંતુ આની ગંભીરતા ચીન સરકારે ન લીધી અને આખરે એ ડોકટર કોરોનાથી સંક્રમીત થયા અને તેમનું મૃત્યુ થયું હતું.
કોરોના થયા પછી માનવ શરીર પર કેવી અસર થાય છે?
સૂકી ખાંસી, નાકમાંથી પાણી વહેવું, તાવ, ગળામાં સોજા, ઊંઘ ઓછી થવી, ભૂખ ન લાગવી તેમજ અચાનક કોઈ દેખીતા કારણ વગર સ્વાદ અને સુગંધથી ક્ષમતા ઘટી જાય છે. ઉપરાંત ડાયરીયા થવા એ પણ આ બિમારી થવાના પ્રથમ લક્ષણ હોઈ શકે. કોરોના શ્ર્વસન તંત્ર દ્વારા ઝડપથી ફેલાય છે. કોરોનામાં અસ્થમા, ડાયાબીટીસ, કીડની અને હૃદય રોગ જેવા ગંભીર રોગો મૃત્યુનું કારણ બની શકે છે.
સ્વાઈન ફલુ અને કોવિડ-૧૯ વચ્ચે શું તફાવત?
બન્ને એક જ વાયરસના પ્રકાર છે. કલ્પના ન કરી શકાય તેટલી ઝડપથી ચેપ લાગી શકે છે. કોવિડ-૧૯માં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ખૂબજ અગત્યનું છે. કોવિડ-૧૯ની કોઈ ચોક્કસ સારવાર કે દવા નથી. જ્યારે પ્લાઝમામાં કોરોનાના એન્ટબોડી તત્ત્વો હોય છે. ટ્રીટમેન્ટ થેરાપીમાં વેઈટ એન્ડ વોચ થેરાપી અપનાવાય છે. કોરોનાની વેક્સિન આવતા પણ એકાદ વર્ષ જેટલો સમય લાગી શકે છે.
કોરોના માટે હોમિયોપેથી ઉપાય અમી કોવિડ-૧૯
માર્ચ ૨૦૧૯ના પ્રથમ અઠવાડિયાથી આ દવા આપવાનું શરૂ કરેલ છે. ત્યાં સુધીમાં રાજકોટ, સુરત, અમદાવાદ, મુંબઈ હજારો ડોઝ આપ્યા છે. જેનાથી હજારો લોકોને કોરોના પોઝીટીવ આવ્યો નથી. જેથી આમ પ્રજાને ડોઝનું વિતરણ કર્યું છે. રાજકોટમાં આ દવાના વિતરણ કાર્ય માટે અનિમેષભાઈ રૂપાણી અને મેહુલભાઈ રૂપાણી આ અંગે ગંભીરતાથી પ્લાન બનાવવા પ્રયત્નશીલ છે. કોરોનાને કોઈ આબોહવા અસર કરતી નથી. તેની સાથે થવાની બદલે તેની સાથે આપણે જીવવું જ પડશે.