એમ.પી.ના ઈમલીપરા ગામેથી આઠ મહિના પહેલા ભાગીને રાજકોટ આવ્યાની ફેકીયત
લોધીકાના પીપરડી નજીક યુવતી મળી આવતા તેના માતા–પિતા સાથે મિલન કરાવતી પોલીસ લોધીકા પોલીસ મથકના પીએસઆઈ એચ.પી.ગઢવી, કોન્સ્ટેબલ વલ્લભભાઈ ઝાપડીયા અને મંજુલાબેન પીંગળ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પીપરડી ગામ જવાના કાચા રસ્તે એક હિન્દી ભાષી આશરે ૧૮ વર્ષની યુવતી સીમમાં એકલી પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા પોતાનું નામ સુનીતા હાબુસીંગ ડાવર રહે.અખાડા ગામ ઈમલીપરા તા.કુકશી જી.ધાર એમ.પી.વાળી હોવાનું જણાવેલ તેમજ અહીં એકલી રહેવા બાબતે પુછપરછ કરતા પોતે આશરે આઠેક માસ પહેલા પોતાના ઘરેથી પોતાની મેળે કોઈને કહ્યા વગર રાજકોટ વિસ્તારમાં આવતી રહેલી હોવાનું જણાવેલ જેથી પો.સબ.ઈન્સ. એચ.પી.ગઢવીએ સંપર્ક કરી સદરહું છોકરી બાબતે પુછપરછ કરતા જેમની ગઈ તા.૨૦ના ગુમસુધા નોંધાયેલી હોવાનું જણાવેલ બાદ સદરહું છોકરીનો કબજો બાગ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ તથા તેમના માતા–પિતાને સોંપી સરાહનીય કામગીરી કરેલ છે.