દિલ્હીમાં ડોલ્સ મ્યુઝિયમ ન બતાવી શક્યા તો રાજકોટમાં 3 વર્ષની દીકરી માટે 108 દેશની 800 બ્યુટીફુલ ડોલ્સ સાથેનું ઇન્ટરનેશનલ મ્યુઝિયમ બનાવ્યું
બાલપણની દુનિયામાં ઢીંગલી તો બધાએ જોઈ જ હોય છે . એમાં પણ ઢીંગલીનું નામ પડે એટલે સૌથી પહેલા બાર્બી ડોલનું નામ જ યાદ આવે. આપણે ઢીંગલીઓ તો ઘણી જોઈ હોય પરંતુ રાજકોટમાં અનોખી ઢીંગલીઓનું મ્યુઝિયમ છે . જ્યાં સંસ્કૃતી અને રહસ્ય સાથે જોડાયેલી 108 દેશની 1600 કરતાં વધુ ઢીંગલીઓ જોવા મળે છે . આજે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમના દિવસે વાત કરીશું દુનિયામાં એક માત્ર રાજકોટમાં આવેલા ડોલ્સ મ્યુઝિયમની કે જેની સ્થાપના 2004માં થઇ હતી.
જોડાયેલા 108 દેશની 1600 કરતાં વધુ ઢીંગલીઓ મ્યુઝિયમમાં છે: કિર્તિ રાવલ
ટુરિસ્ટ ગાઈડ કિર્તિ રાવલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે વર્ષો પહેલા ચારધામની જાત્રાએ દીપકભાઈ ગયા હતા. એ સમયે તેમણે 3 વર્ષની દીકરીને કહેલું કે તને દિલ્હીનું ડોલ્સ મ્યુઝિયમ જોવા લઇ જઈશ. દીકરી ખુશ થઇ ગઈ, બધે ફરીને દિલ્હી પહોંચ્યા ત્યાં સોમવાર હોવાને કારણે મ્યુઝિયમ બંધ હતું, દીકરી નારાજ થઇ, પપ્પાને કહ્યું તમે ખોટું બોલ્યા આ મ્યુઝિયમ તો બંધ છે ત્યારે દીપકભાઈએ કહેલું કે આપણે રાજકોટમાં ઢીંગલીઓનું મ્યુઝિયમ બનાવીશું.આ રીતે રાજકોટમાં ડોલ્સ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી .
રાજવી પરિવારની ઢીંગલી વાજતે ગાજતે લવાઈ હતી: કલ્પના આચાર્ય
ટુરિસ્ટ ગાઈડ કલ્પના આચાર્યએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે ડોલ્સ મ્યુઝિયમમાં એક ઢીંગલી રોયલ ડોલ છે. જે રાજકોટના રાજવી પરિવારના રાણીસાહેબ કાદમ્બરીદેવીના શૈશવની ઢીંગલી છે. રાણીસાહેબને તેમની માતાએ બાળપણમાં આ ઢીંગલી ભેટમાં આપી હતી. આ ઢીંગલી ભવ્ય ફુલેકું, તલવાર રાસ સાથે રણજિતવિલાસ પેલેસની આભા અને ગરિમા સમી આ ઢીંગલી ડોલ્સ મ્યુઝિયમમાં પધારી છે. આ પ્રસંગે પારંપરિક ઢબે ઢીંગલીનું સામૈયું કરાયું હતું. રાસ-ગરબાની રમઝટ બોળી હતી. હજારો લોકો જોડાયા હતા.