INIFD વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી

શનિવારે સિઝન્સ હોટલ ખાતે 12 નામાંકિત મોડલ્સ તથા 33 નાના બાળકો ડિઝાઈનર વસ્ત્રો પહેરી રેમ્પ વોક કરશે

વિદ્યાર્થીઓએ એક વર્ષના રીસર્ચ અને 6 મહિનાના અથાગ મહેનતથી તૈયાર કરેલા 150થી વધુ યુનિક-ડિઝાઈનર કલેકશન જોવા મળશે

ભારત સહિત વિશ્વમાં 181 થી વધુ શાખાઓ ધરાવતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ડિઝાઇન – INIFD રાજકોટ દ્વારા સંસ્થામાં અભ્યાસ કરતા અને તાલીમ લેતા વિદ્યાર્થીઓની ટેલેન્ટને બહાર લાવવા અને પ્રોત્સાહિત કરવાના તેમજ સમાજમાં એક ડિઝાઇનર તરીકે તેની ઓળખ ઉભી કરવાના નમ્ર પ્રયાસ રૂપે તેમજ ગુજરાતના કારીગરોને રોજગારી પુરી પાડવાના એક સેવાકિય આશય સાથે INIFD ના 100 થી વધુ વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ સહિત અદભૂત થીમ વિચારી તેના પર જાતે મહેનત કરી અકલ્પનિય અને કદી ન જોયા હોય તેવા ગારમેન્ટ્સને ડિઝાઇન કરી લંડન ફેશન વિક જેવા આંતરરાષ્ટ્રીય ફેશનશોનું રાજકોટમાં આગામી તા.27 ને શનિવારે સિઝન્સ હોટલ ખાતે આમંત્રીતો માટે ભવ્ય આયોજન કરાયું છે. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની 12 જેટલી નામાંકિત મોલ્સ અને 33 જેટલાં નાના બાળકો રેમ્પવોક કરી INIFD ના વિદ્યાર્થીઓની આવડતને બખુબી રજુ કરી લોકોને મંત્રમુગ્ધ કરશે.

ફેશન ક્ષેત્રે શ્રેષ્ઠ કારકિર્દીની કેડીઓ કંડારતી આ INIFD સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના ટેલેન્ટ અને ભારત તથા વિદેશમાં રહેલી વિવિધ વસ્તુઓ પરથી અલગજ આઇડ્યા લઇ સાવ અલગજ પ્રકારના ડિઝાઇનર વેસ્ટર્ન ગારમેન્ટ્સ તૈયાર કર્યા છે . વિદ્યાર્થીઓની આ મહેનતને ફેશનની દુનિયામાં સ્થાન મળે અને તેને સ્ટેજ મળે તે આશયે લંડન ફેશન શો જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્લેમરશ ફેશનશોનું રાજકોટમાં ફક્ત આમંત્રીતો માટે નિ : શુલ્ક આયોજન કરાયું છે . જેમાં વિદ્યાર્થીઓના વાલીઓ ઉપરાંત શહેરના નામાંકિત ડોક્ટરો , ઉદ્યોગકારો , શૈક્ષણીક જગત સાથે સંકળાયેલ વિદ્વાનો , શહેરની અલગ અલગ સંસ્થાઓ સહિતના આમંત્રીતો હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપશે.

ફેશન શો અંગે વધુ માહિતી આપતા સેન્ટર હેડ નૌશિક પટેલ તથા પાયલ પટેલ જણાવેલ કે આપણી ગુજરાતની પ્રાચીત સંસ્કૃતિ જેમકે પટોળા, બાંધણી તથા તામિલનાડુની સિલ્ક સાડીમાંથી ઈન્ડો-વેસ્ટર્ન, ગારર્મેન્ટ, ગાઉન્સ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાવેલ.

નાના બાળકો માર્યો , કોન્દ્રા જેવી ગેઈમ્સ રમતા ભૂલી ગયા છે. ત્યારે અમે  સ્પેશીયલ  કોન્ટ્રા, માર્યો ગેઈમ્સની પ્રિન્ટ  મટીરીયલ્સમાંથી  નાન બાળકો માટેના કપડા તૈયાર કર્યા છે.જે ડિઝાઈનર કપડા 33 બાળકો પહેરીને રેમ્પ વોક કરશે.

ફેશ ડિઝાઈનીંગનો કોર્ષ ધો.10 બાદ તથા ધો.12 પછી પણ  કરી શકાય છે. અમે ફેશન શો માટેની તૈયારીઓ પૂર્ણ કરેલ છે.આમંત્રીત મહેમાની હાજરીમાં ફેશ ન શો યોજાશે.

ગુજરાતમાં પ્રથમ વખત 400 ફૂટનું ફેશન સ્ટેજ તૈયાર કરાયું: નૌશિક પટેલ

આ અંગે રાજકોટ INIFD ના સેન્ટર હેડ નૌશિકભાઇ પટેલના જણાવ્યા મુજબ , ગુજરાતના સૌપ્રથમવાર 400 ફૂટના વિશાળ ફેશન સ્ટેજ પર INIFD રાજકોટના વિદ્યાર્થી દ્વારા તૈયાર થયેલ અલભ્ય ડિઝાઇનનો ફેશન શો યોજાવાનો છે . વિદ્યાર્થીઓએ આખુ વર્ષ ફેશન જગતમાં રીસર્ચ કરી ફેશન શોના ગારમેન્ટ્સ તૈયાર કરવા એક ટોપીક પસંદ કર્યો અને છેલ્લા 6 મહિનાના અથાગ પરિશ્રમ બાદ લગભગ 150 જેટલા અકલ્પનીય ગારમેન્ટસ તૈયાર કર્યા છે . જેમાં 700 વર્ષ જુના પટોળાની વેસ્ટર્ન સ્ટાઇલ , કચ્છી એમ્બ્રોઇડરીમાંથી બનેલ એપ્લીવર્ક ” કચ્છ કેલીડોસ્કોપ ” , તમીલનાડુની સિલ્ક સાડીમાંથી તૈયાર કરાયેલ વેસ્ટર્ન ગારમેન્ટ્સ , ભારતમાં બ્રિટીશ રાજ વખતે ચલણમાં આવેલ ફેશન વગેરે સહિત અનેક અકલ્પનીય ડિઝાઇન વિદ્યાર્થીઓએ બનાવી છે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.