-
એરફોર્સમાં પસંદગી પામેલ ખેડૂત પુત્ર વિંગ કમાન્ડર તરીકે સેવા આપશે
-
દીકરાના સંઘર્ષને પરિણામે મળેલી મોટી સફળતા બાદ પિતા એ વ્યક્ત કર્યો રાજીપો
છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં ઇન્ડિયન આર્મીમાં જોડાવાને લઈને ખૂબ જ જાગૃતિ આવી છે. જોકે ભારતીય સેનામાં જોડાવવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે. શારીરિક, માનસિક તૈયારી કરવી પડે છે. એમાં પણ એરફોર્સમાં જોડાવવા માટે તો ખુબ જ મહેનત કરવી પડે છે. જો કે આ સિદ્ધિ જામનગરના એક ખેડૂત પુત્ર એ પ્રાપ્ત કરી છે. નાના એવા નારણપર ગામના યુવાને એરફોર્સમાં પસંદગી મેળવી છે.
અંકિતભાઈ ચાંદ્રાનીની એરફોર્સમાં પસંદગી
જામનગર નજીક આવેલ નારણપર ગામના ખેડૂત પુત્રએ મોટી સીધી હાંસલ કરી છે. સામાન્ય પરિવારમાંથી આવતા અંકિતભાઈ ચાંદ્રાની જે પોતાની મહેનત અને લગન થી અત્યારે એરફોર્સમાં વિંગ કમાંડર તરીકે પસંદગી મેળવી છે. જેમાં તેઓ વિંગ કમાન્ડર તરીકે સેવા આપશે. ત્યારે તેમની આ સિદ્ધિને લઇને જામનગરનું ગૌરવ વધ્યું છે. જોકે આ યુવાનની સીધી પાછળ તેમના માતા-પિતાનો સંઘર્ષ પણ ખૂબ જ જવાબદાર છે. ખેડૂત પરિવારમાંથી આવતા આ યુવાનને ભણાવીને આગળ લઈ જવા માટે તેમના માતા પિતા ખેતી છોડી અને જામનગર સ્થાયી થયા હતા અને હાલ તેઓ કરિયાણાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
પિતા સુભાષ ધીરજલાલ એ વ્યક્ત કર્યો રાજીપો
એરફોર્સમાં વિંગ કમાંડર બની જામનગરનું નામ ચમકાવતા નારણપર ગામના અંકિતભાઈ ચાંદ્રના પિતા સુભાષ ધીરજલાલ એ જણાવ્યું કે મને બાળકોને અભ્યાસ કરાવવાનો ખૂબ શોખ હતો જેથી નારણપુર ગામે અમે રહેતા હતા ત્યાં ખેતી છોડી અને બાળકોને ભણાવવા માટે થઈ જામનગર આવ્યા. અહીં સ્થાયી થયા અને પ્રથમ બાળકોને પ્રાથમિક શિક્ષણ અપાવ્યા બાદ આર્મી અને એરફોર્સની સ્કુલોમાં અભ્યાસ કરાવ્યો અને તેમાં દીકરાના સંઘર્ષને પરિણામે આજે આ મોટી સફળતા હાંસલ થઈ છે. જેનો અમને ખૂબ રાજીપો છે.
સાગર સંઘાણી