ઉપલેટા-ધોરાજી વિસ્તારમાં વિમા કંપની દ્વારા ક્રોપ કટીંગમાં ખેડૂતો થતા અન્યાય સામે ધારાસભ્ય વિફર્યા
ઉપલેટા-ધોરાજી વિસ્તારમાં ચોમાસુ પાક સદંતર નિષ્ફળ જતા ખેડૂતોએ વિમા કંપની દ્વારા થતાં સર્વેમાં સરકારનાં આંખ મિચામણા અને વિમા કંપની મનમાની કરી ખેડૂતોને ક્રોપ કટીંગના મુદ્દે અન્યાય કરી ખેડૂતોને વિમાંથી વંચિત રાખી અબજો રૂપિયા નફો વિમા કંપની રળી લેવાની બાદમાં ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાએ ચાર્જ એક હજાર ખેડૂતોની આગેવાની લઈ શહેરમાં રેલી સ્વરૂપે ફરી સરકાર વિરુધ્ધ સુત્રચારો કરી રહ્યાં છે.
ખેડૂતોના પ્રશ્ર્ને મામલતદારને આવેદન પણ આપવા જઈ રહ્યાં છે ચાર્જ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, ભાયાવદર ખેડૂત અગ્રણી, તપન જીવાણી, પાનેલીના મનુભાઈ ભાલોડીયા, ઢાંકના દળુભાઈ ડાંગર સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો ગામના સરપંચો મંડળીના આગેવાનો આ રેલીમાં વિશાળ સંખ્યામાં જોડાયા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.