- તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા
- સંમેલન બાદ મામલતદાર કચેરી ખાતે આપશે આવેદનપત્ર
- ઇકોઝોન રદ કરવા ખેડૂતોની ઉગ્ર રજૂઆત
ગીર સોમનાથના તાલાલા માર્કેટિંગયાર્ડ ખાતે ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ સ્થાને બિનરાજકીય બે જીલ્લાના સરપંચો સાથે ખેડૂતોનુ સંમેલન યોજાયુ હતું. જેમાં ગીર પંથકમાં ઇકોઝોનનો કાળો કાયદાના વિરુદ્ધ થી ખેડૂતોમા ભારે રોષ મળી રહ્યો છે અને દરરોજ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે તાલાલા માર્કેટિંગયાર્ડ ખાતે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ગીરસોમનાથ અને જૂનાગઢ જીલ્લાના અસરગ્રસ્ત ગામોના સરપંચો, ભાજપના પ્રતીનીધીઓની મહત્વનુ ખેડૂતોનુ સંમેલન યોજાયુ હતું.
જેમા સાસંદ રાજેશ ચુડાસમા, વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા, જીલ્લાભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયા, તાલુકા ભાજપ, યાર્ડના ચેરમેન, પાલીકા પ્રમુખ સહીત બહોળી સંખ્યામા ખેડૂતોની હાજરી જોવા મળી હતી જેમા હર્ષદ રીબડીયાએ વનવિભાગ પર આકરા પ્રહાર કર્યા હતા. અને ઇકોઝોનના કાયદા મુજબ ખેડૂતોને માહીતી આપી હતી .જીલ્લાભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ પણ ખેડૂતોની રજૂઆત સરકારના મંત્રીઓને રુબરુ કરી હતી.
આ અંગે પાલિકા પૂર્વ ઉપપ્રમુખ અમીત ઉનડકટે પણ જણાવ્યુ કે ગીર વિસ્તારના લોકોએ ભાજપને ખોબલે ખોબલે મતો આપ્યા છે ત્યારે સૌથી મોટી જવાબદારી આપણા સાસંદની થાય છે .આમ ઉપસ્થિત ભાજપના નેતાઓએ ખેડૂતોને સમથઁન આપ્યુ હતુ . આ તકે ઉપસ્થિત ખેડૂતોનો જનમેદની એ એક જ મુદાની વાત કરી હતી કે ઇકો ઝોન સંપૂર્ણ નાબૂદ થાય . ત્યારે સમય ન બગાડવા વગર ઓનલાઇન વાંધા અરજી રજૂ કરવા સાસંદે વિનંતી કરી હતી અને પોતે પણ વાંધા અરજી રજૂ કરશે .
જય વિરાણી