બેંક ઓફ બરોડા ઈ દેના બેંક દ્વારા ધીરાણોના ચેક આપવામા આવ્યા
કેશોદની બેંક ઓફ બરોડા તેમજ ઈ દેના બેંક તથા નજીકની શાખાઓ દ્વારા કિશાન દિવસ ઉજવવા ખેડુત સંમેલન સાથે ધીરાણ કેમ્પનુ લેઉવા પટેલ પાનદેવ સમાજમાં આયોજન કરવામાં આવ્યુ હતું
આ કિશાન દિવસમાં ખેડૂતો ને સરકાર દ્વારા મળતા લાભો બેંકની જુદી જુદી ધીરાણ યોજનાઓ અંગે વિસ્તતૃ માહિતી સાથે ખેડુતોની પ્રગતી માટે જુદી જુદી યોજનાઓ અંતર્ગત અંદાજે વીસ કરોડના
ધીરાણના ચેક આપવામાં આવેલ હતા યોજાયેલ કાર્યક્રમમાં બી.ઓ.બીના જનરલ મેનેજર સંજીવ ડોહાલ રીજયોનલ મેનેજર જે. વી. રોહડા કેશોદ બેંક મેનેજર આર. એમ. પટેલ કેશોદ શાખાના બિજનેશ કોર્ડીનેટર નંદલાલ પટોળીયા સહીતના જુદી જુદી શાખાઓના મેનેજરો તથા સ્ટાફ તથા જુનાગઢ આજુબાજુના વિસ્તારના ખેડુતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા