75 વર્ષીય ઉકાભાઈ વઘાસીયા ખેતીની સાથે દરરોજ ત્રણથી ચાર કલાકનું વાંચન કરે છે
રૂમમાં જગ્યા ન રહેતા ઓસરીમાં, ખાટલા નીચે રાખ્યા છે પુસ્તકો
આજકાલની યુવા પેઢી નવરાશની પળોમાં મોબાઇલ લઇને બેસી જતી જોવા મળે છે. વાંચન પ્રત્યેનો રસ યુવાઓમાં ઘટી રહ્યો છે. પરંતુ જુની પેઢી જયારે સમય મળે ત્યારે કંઇને કંઇ વાંચી લઇ સમયનો સદ્દઉપયોગ કરે છે. તેવા જ ઉકાભાઇ વઘાસીયા ગીર ગઢડાના જયારથી વાંચન શીખ્યા છે ત્યારથી વાંચન કરે છે. તેઓએ 100 નહીં ર00 નહીં પણ આખો
રૂમ જાણે લાઇબ્રેરી બનાવ્યો છે રૂમમાં પુસ્તક રાખવાની જગ્યા નથી.
તેઓએ ધાર્મિક, સાહિતય, કવિતા, ભજન બધાં જ પ્રકારનું વાંચન કર્યુ છે. ઇતિહાસની પુસ્તકો બધુ જ વાંચ્યું છે તેઓ છેલ્લા ર0 વર્ષથી વાંચન કરે છે.