બે એકર જમીનમાં હરમન-૯૯ નામના સંશોધિત સફરજન ઉગાડયા
કેન્દ્ર સરકાર દેશના ખેડુતોની આવક બમણી કરવા ખેડૂતોના અનેક પ્રોત્સાહન આપીરહી છે. અલગ અલગ સુવિધાઓ પૂરી પાડી રહી છે. ખેડૂતોની આવક બમણી થાય એ માટે ખાધ-પદાર્થોનું ઉત્પાદન વધારવા સાથે તેની ગુણવતા સુધારવા અને નવા નવા બિયારણ તથા ખેતી પધ્ધતિઓ વિકસાવાઈ રહી છે. આવા સમયે ઔરંગાબાદનાં ખેડુતે પોતાની જમીનમાં કાશ્મીરમાં થતી સફરજનની ખેતી કરીને એક નવી પહેલ કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી છે.
સફરજન ઠંડા પ્રદેશોમાં જ થાય છે અને તેને ઉંચુ તાપમાન કે અન્ય વિસ્તારની જમીન અને આબોહવા માફક આવતી નથી. પણ ઔરંગાબાદના એક પ્રગતિશીલ ખેડુતે સફરજનની ખેતી શરૂ કરી છે. અને ઉપજ પણ થવા લાગી છે. તો આવો જાણીએ આ કિશાનની સફરજનની ખેતીની વાત.
ઔરંગાબાદનાં કર્મડીર ગામના ખેડુત અમરેશકુમારસિંહે પોતાની બે એકર જમીનમાં ખાસ પ્રજાતિના સફરજન હેરમન-૯૯ની ખેતી શરૂ કરી છે.તેણે ડીસેમ્બરમાં આ સફરજનનું વાવેતર કર્યું હતુ અને આ ફળછોડ હવે મોટા થઈ ગયા છે. અને તેમાં હવે સફરજન પણ આવવા લાગ્યા છે.
અમરેશ કહે છેકે અન્ય પ્રકારના સફરજન કરતા હરમન-૯૯ પ્રજાતિના સફરજન મોટા છે. અને તેની બજારમાં માંગ હોવાથી ભાવ પણ સારા મળે છે.સફરજનની આ પ્રજાતિ ૪૦ થી ૪૮ ડિગ્રી જેટલા ઉંચા તાપમાનમાં પણ ઉછરી શકે છે. આ છોડમાં સ્વપરાગરજથી પરાગનયન થાય છે. આ છોડને આપણા આંગણે કે બગીચામાં રાખી શકાય છે.
અમરેશ કહે છેકે ઔરંગાબાદ જિલ્લા તથા બિહારની જમીનમાં પણ આ સફરજનને સહેલાઈથી ઉગાડી શકાય છે. અને ફળ મેળવી શકાય છે.અમરેશ ખેડુતોને જાગૃત પણ કરી રહ્યા છે. ખેડુતોનમાં જાગૃતિ લાવવા માટે ખેડુતોને વૈજ્ઞાનિક રીતે ખેતી કરવાની સમજણ પૂરી પાડી રહ્યા છે. તે સફરજનની ખેતી કરવા ઈચ્છતા ખેડુતોને પોતાના વાડી ખેતર અને પાક પણ બતાવી રહ્યા છે.
અમરેશકુમાર શું કહે છે?
અમરેશકુમાર ભણેલા ગણેલા ખેડુત છે. અને ખેતીના વિવિધ પ્રયોગો કરવામા માને છે. અને અવનવા પ્રયોગો થકી પરિણામ પણ મેળવે છે. તેઓ કહે કે ૧૯૯૯માં હિમાચલ પ્રદેશના હરમન શર્મા નામના વૈજ્ઞાનિકે સફરજનની આ પ્રજાતિની શોધ કરી હતી. અને તેમણે ૧૯૯૯થી ૨૦૦૧ સુધીમાં પહેલા છોડને ઉગાડયો હતો. અને તેમાં ફળ મેળવ્યા હતા ધીમેધીમે આખા દેશમાં કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી તેનો ફેલાવો (ઉછેર) થયો હતો.તેમણે બિહાર અને ઔરંગાબાદમાં સફરજનની સફળતા પૂર્વક ખેતીની શરૂઆત કરી હતી.હરમન એવો આગ્રહ કરે છે કે બિહારના ખેડુતો સામાન્ય ધાન્ય, ઘઉં વગેરેની ખેતી છોડી જો આ સફરજનની ખેતી તરફ પોતાનું ધ્યાન આપે તો તેમની આવક મોટા પ્રમાણમાં વધી શકે છે.