ઉમરાણીયા પરિવારમાં પુત્રનો જન્મ થતા આણુ તેડવા જતા સર્જાય કરૂણાંતિકા: ગામજનોએ ત્રણને બચાવી લીધા
ભારે વરસાદના કારણે નારી ચોકડી પાસે ડ્રાઇવર્ઝન પાસે ઇક્કો કાર બંધ પડતી જતા દુર્ઘટના સર્જાય
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના ઉમરાણીયા પરિવારની પુત્રવધુ ભાવનગરના ચિત્રા ખાતે આણું ગયા બાદ પુત્રનો જન્મ થતા પરિવારજનો હરખ સાથે પુત્ર રત્નને રમાડવા અને પુત્રવધૂને તેડવા માટે ઇક્કો કાર લઇને અમદાવાદથી ભાવનગર જતા હતા ત્યારે નારી ચોકડી પાસે આખલોલ નદી તણાતા સર્જાયેલી દુર્ધટનામાં દંપત્તીના મોત નીપજ્યા હતા અને અઢી વર્ષની માસુમ બાળકી સહિત બે લાપતા બંને પરિવારમાં કરૂણાંતિકા સર્જાય છે. ગ્રામજનો ત્રણને બચાવી લીધા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુજબ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે રહેતા અને આઇટી કંપનીમાં સર્વિસ કરતા ચેતનભાઇ દિનેશભાઇ ઉમરાણીયાની પત્ની ભાવનગરના ચિત્રા ખાતે આણું ગયા બાદ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. પુત્રને રમાડવા માટે ચેતનભાઇ ઉમરાણીયા પોતાના પિતા દિનેશભાઇ ઉમરાણીયા, નેહાબેન, કેયુરભાઇ, તેની પત્ની રીટાબેન, લતાબેન અને અઢી વર્ષની આરાધ્યા જી.જે.૨૭સીએફ. ૬૫૦૧ નંબરની કાર લઇને અમદાવાદથી ભાવનગર આવી રહ્યા હતા.
ઇક્કો કાર ભાવનગર નજીકના નારી ચોકડી પાસે આખલોલ જકાત નાકા પાસે પુલનું કામ ચાલતું હોવાથી બનાવેલા ડ્રાઇવરઝન પરથી ઇક્કો પસાર થઇ ત્યારે ભારે વરસાદના કારણે ડ્રાઇવરઝનમાં પાણી ભરાયેલુ હોવાથી ઇક્કો કારબંધ પડી હતી અને કાર પલ્ટી ખાતા પરિવાર તણાતા હર્ષોલ્લાસ કરી રહેલા પરિવાર મરણચીસો પાડતા નારી ચોકડી ખાતે રાહદારીઓ સહિત ગ્રામજનો એકઠાં થઇ ગયા હતા.
પુરમાં તણાયેલા રીટાબેન અને તેમના પતિ કેયુર ઉમરાણીયા તણાતા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે લતાબેન અને અઢી વર્ષની બાળકી આરાધ્યાની ભાળ મળી ન હોવાથી ભાવનગર ફાયર બ્રિગેડ સ્ટાફે શોધખોળ હાથધરી છે. ગ્રામજનોએ ચેતનભાઇ ઉમરાણીયા, તેમના પતિ દિનેશભાઇ અને નેહાને બચાવી લીધા હતા. દુર્ધનાની જાણ વરતેજ પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરી છે.