પરીક્ષાર્થી અને તેના મિત્ર ડમી વિદ્યાર્થીની ધરપકડ; બંનેએ હોલ ટીકીટ પણ બોગસ બનાવી હતી

કોરોનાકાળના કારણે બે વર્ષ બાદ ધો.10 અને ધો.12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર સીસ્ટ નિવેદિતા વિદ્યાલય કેન્દ્રમં બોગસ હોલ ટીકીટ બનાવી એકના બદલે બીજો વિદ્યાર્થી પરીક્ષા આપતા ઝડપાઈ ગયો હતો.આ ઘટનાની જાણવા મળતી વિગત મુજબ નિલમબાગ ચોક સિસ્ટર નિવેદિતા વિદ્યાલયના આચાર્ય સુરેશ બાબુભાઈ યાદવ ઉ.56 એ પોલીસમાં નોંધાયેલ ફરિયાદમાં આરોપી તરીકે દાહોદના ભુંભલી ગામે રહેતા ગૌતમ મહાદેવ બારૈયા અને શિહોરનાં ભાંખલ ગામે રહેતા રૂષીક વલ્લભ જાનીનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કોરોનાકાળ બાદ હાલમાં ધો.10 અને ધો.12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હોય ગઈકાલે સાંજે ફરિયાદીને ફોન પર અજાણ્યા વ્યકિતએ એવી માહિતી આપી હતી કે તમારી સ્કુલમાં રૂમ નં. 24માં સીટ ન. પી 715906નો વિદ્યાર્થી ડમી હોવાનું જણાવ્યું હતુ.જે માહિતીના આધારે ફરિયાદીએ તપાસ કરતા પરીક્ષાર્થી રૂષીક જાનીના બદલે તેનો મિત્ર ગૌતમ બારૈયા પરીક્ષા આપતા પકડાયો હતો.

તેની પાસેથી મળી આવેલી હોલ ટીકીટ પણ ડુપ્લીકેટ બનાવી હતી જેમાં બી.બી.શાહ હાઈસ્કુલ દેવગણા સ્કુલનો બોગસ સ્ટેમ્પ માર્યો હતો અને આચાર્યની ડુપ્લીકેટ સહી કરી હોવાનું જાણવા મળ્યું હતુ.ત્યારબાદ પરીક્ષાર્થી રૂષીક જાનીને બોલાવી બંને વિદ્યાર્થીઓને નિલમબાગ પોલીસ મથકમાં રજૂ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને વિદ્યાર્થીની ધરપકડ કરી વિશેષ તપાસ પી.એસ.આઈ. બી.એમ. સીંગરખીયા ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.