૩૯૦૦ બોટલ દારૂ, ૬૦૦ બિયરના ટીન અને ટ્રક મળી રૂ.૨૨ લાખનો મુદામાલ કબ્જે

સૌરાષ્ટ્રમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવા બુટલેગરો સક્રિય થયાની મળેલી માહિતીના આધારે પોલીસ કમિશ્નર અનુપમસિંઘે આપેલી સુચનાના આધારે ક્રાઈમ બ્રાંચે રાજકોટ શહેરની હદમાં ધોરી માર્ગ પર સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ ગોઠવ્યું હતુ.

પોલીસ પેટ્રોલીંગ દરમિયાન કુવાડવા ગામ નજીક રાજસ્થાન પાર્કિંગના શંકાસ્પદ ટ્રક ગામડામાં પ્રવેશી રહેલા અટકાવી તલાશી લેતા અલગઅલગ બ્રાન્ડની ૩૯૦૦ બોટલ વિદેશી દારૂ ૬૦૦ બીયરના ટીન અને ટ્રક મળી રૂ.૨૨ લાખનો મુદામાલ સાથે ટ્રકના ચાલક અને કલીનરની ધરપકડ કરી દારૂના મુળ સુધી પહોચવા કવાયત હાથ ધરી છે.

પોલીસમાથી પ્રાપ્ત વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ બી.ટી. ગોહિલ સહિતના સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે અમદાવાદ તરફથી રાજસ્થાન પાસીંગના ટ્રકમાં દારૂ આવી રહ્યાની કોન્સ્ટેબલ વિક્રમભાઈ લોખીલ, જયદીપસિંહ જાડેજા અને જીજ્ઞેશભાઈ મારૂને મળેલી બાતમીનાં આધારે કુવાડવા નજીક સાઈપર ગામ નજીક વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં આર.જે. ૦૭ જી ૭૦૨૬ નંબરનાં ટ્રકને અટકાવી તલાશી લેતા અલગ અલગ બ્રાન્ડની રૂ.૧૨.૩૬ લાખની કિંમતની ૩૯૦૦ બોટલ દારૂ રૂ. ૬૦૦૦૦નીકિમંતની ૬૦૦ બીયરના ટીન સાથે રાજસ્થાનના ભુરારામ મેઘારામ દેસાઈ અને રઘુનાથ ભલારામ બિશ્નોઈ સહિત બંનેની ટ્રક મળી રૂ.૨૨ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

પોલીસે ટ્રકના ચાલક કલિનરની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે. આ દરોડાની કામગીરી ક્રાઈમ બ્રાંચના રાઈટર પદુભા જાડેજા, અમીનભાઈ ભલુર, કુલદીપસિંહ જાડેજા અને પ્રધ્યુમનસિંહ રાણા સહિતના સ્ટાફે બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.