રાજકોટમાં એઈમ્સનું નિર્માણ ડબલ એન્જિન સરકારનું શ્રેષ્ઠ ઉદાહરણ: આરોગ્ય ક્ષેત્ર માટે 12240 કરોડની માતબર જોગવાઈ

અબતક,રાજકોટ

એક સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ વિકસિત રાજ્ય અને વિકસિત દેશનું નિર્માણ કરે છે. તમામ નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે એક મજબૂત આરોગ્ય માળખાનો વિકાસ ખૂબ આવશ્યક છે. ગુજરાતમાં તમામ નાગરિકોને પ્રાથમિક તેમજ ઉચ્ચ સ્તરીય આરોગ્ય સુવિધાઓ તેમના ઘર આંગણે મળી શકે તે માટે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આરોગ્ય અને તબીબી સુવિધાઓનું એક વિશાળ માળખું ઊભું કર્યું છે. ખાસ કરીને રાજ્યના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી ક્ષેત્રોના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વસતા ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોની આરોગ્ય સુખાકારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. છેલ્લાં 20 વર્ષો દરમિયાન ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આરોગ્ય માળખું વધારે મજબૂત બન્યું છે. યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર, ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને એમ એન્ડ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી જેવી ગુજરાતની પ્રસિદ્ધ હોસ્પિટલોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર મળી રહી છે.

હવે આદરણીય વડાપ્રધાનના પ્રયાસો થકી રાજકોટમાં AIIMS જ જેવી અદ્યતન હોસ્પિટલનું પણ નિર્માણ થઈ રહ્યું છે, જે રાજ્યમાં ડબલ એન્જિન સરકારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ આધુનિક હોસ્પિટલો ઉપરાંત, અંતરિયાળ વિસ્તારોના લોકો માટે ઉત્તમ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પણ ઊભા કરવામાં આવ્યા છે. ગુજરાતના તમામ નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કામ કરી રહી છે.

આદરણીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર લોકોને સારૂ આરોગ્ય આપવા માટે કટીબદ્ધ છે. રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્ર માટે 12,240 કરોડની માતબર જોગવાઈ કરી છે. શહેરી ક્ષેત્રોમાં આરોગ્ય સેવાઓ વધારે સુદ્રઢ કરવા સી.એચ.સી. અને પી.એચ.સી. માટે નવી 1238 ભરતી હાથ ધરાનાર છે અને તેના માટે રૂપિયા 16 કરોડની ફાળવણી કરી છે. આજે ગુજરાતમાં મેડીકલ ટુરિઝમનો વિકાસ થયો છે. તેની પાછળનું મુખ્ય કારણ આપણું મજબૂત આરોગ્ય માળખું છે. આપણા રાજ્યમાં કોરોના સમયે આપણે અનુભવ્યું કે આપણા આવા સક્ષમ આરોગ્ય માળખાને કારણે જ આપણે કોરોના જેવી મહામારીનો સામનો કરી શકવાની સાથે સાથે આપણે આવી અસરકારક સરકારી આરોગ્ય સેવાઓ થકી લોકો સુધી કોરોનાની રસી પહોંચાડી શક્યા છીએ.

અર્બન હેલ્થ પ્રોજેક્ટ

  • 2011ના સેન્સટસ રિપોર્ટ પ્રમાણે ગુજરાત રાજ્યની શહેરી વસ્તીર 42.6% થાય છે.
  • ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2011-12 તથા વર્ષ 2012-13માં શહેરી વિસ્તારના ગરીબ લોકોની આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ મંજૂર કરવામાં આવ્યો.
  • 2013માં ભારત સરકાર દ્વારા નેશનલ અર્બન હેલ્થ મિશનનો અમલ થતાં, ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટને નેશનલ અર્બન હેલ્થ મિશનમાં સંકલિત કરવામાં આવ્યો, જેમાં દર પ0,000 થી 70,000 ની વસ્તીઅએ 1 અર્બન હેલ્થ  સેન્ટરર બનાવવામાં આવ્યું છે.
  • રાજ્યમાં હાલમાં 380 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (U-PHC) મંજુર થયેલ છે જે પૈકી 338 કાર્યરત છે. અને 40 શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર (U-PHC) મંજુર થયેલ છે. જે પૈકી 17 કાર્યરત છે.
  • મહાનગરપાલિકા અને નગરપાલિકાના કુલ 77 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે જરૂરી ફર્નિચર ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટ મંજૂર કરવામાં આવેલ છે.
  • ગુજરાત રાજ્યમાં હાલ અંદાજિત 101.41 લાખ વસ્તી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરે છે, જે અંતર્ગત ઘર આંગણે લાભાર્થીઓને આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા 573 દીન દયાળ ક્લિનિક કાર્યરત કરવા માટે બજેટ મંજૂર કરેલ છે.

ગ્રામ્ય આરોગ્ય

  • વર્ષ 2000-2001માં રાજ્યમાં 205 સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને 1001 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત હતા જેની સામે હાલમાં 345 સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને 1477 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે.
  • રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં 140 સામૂહિક આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે 369 ફિઝિયોથેરાપિસ્ટ, 369 ડેન્ટલ સર્જન વર્ગ-2 અને 142 એક્સ-રે આસિસ્ટન્ટની જગ્યાઓ ઉભી કરવામાં આવી છે.
  • છેલ્લા વીસ વર્ષમાં રાજ્યમાં 122 સામૂહિક આરોગ્ય કેન્દ્રના મકાનો, 433 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનો અને 2709 પેટા કેન્દ્રના નવા મકાનોના બાંધકામ પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં મેડિકલ કોલેજો

  • એક સમય એવો હતો કે રાજ્યમાં મેડીકલની સીટો ઓછી હતી અને જેના કારણે બહાર ભણવા જવું પડતુ હતું.
  • આ ઉપરાંત આદરણિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ભગરીથ પ્રયાસોના પરિણામે ગુજરાતમાં જ્યારે 11 મેડિકલ કોલેજ હતી ત્યાં અત્યારે 31 મેડિકલ કોલેજો છે.
  •  મેડીકલની સીટો માત્ર 1375 હતી. જેના કારણે ગુજરાતના વિદ્યર્થીઓએ ઉંચી ફી ભરીને અન્ય રાજ્યમાં ભણવા જવું પડતું હતુ. આજે રાજ્યમાં 5700 જેટલે એમબીબીએસની અને 2000 પી.જી.ની સીટ ઉપલબ્ધ છે. જેના કારણે હવે આપણાં દીકરા દીકરીઓને ગુજરાતમાં સારામાં સારૂં મેડીકલ શિક્ષણ મળે છે.આવનાર દિવસોમાં નવી આઠ જેટલી મેડિકલ કોલેજ શરૂ થવાની છે.

જન જનને આરોગ્ય

  • આપણે જાણીએ છીએ કે એક ગરીબ અને મધ્યમવર્ગના પરિવાર પર જ્યારે મોટી બિમારીની આફત આવે છે ત્યારે તે પરિવારની વર્ષોની બચત માત્ર સારવાર પાછળ જ ખર્ચાઈ જાય છે.
  •  આ બધા સંકટોમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને બહાર કાઢવા માટે, જન જન સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઙખઉંઅઢ શરૂ કરી.
  •  જેના દ્વારા ગરીબ મધ્યમવર્ગના પરિવારને વર્ષે 5 લાખ સુધીના આરોગ્ય ખર્ચનું સુરક્ષા કવચ મળ્યું છે.
  • આ સમગ્ર વિશ્વની સૌથી મોટી આરોગ્ય સેવા પૂરી પાડતી યોજના છે. જે આપણા માટે ગર્વની વાત છે.
  •  આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે મા અમૃતમ યોજના શરૂ કરી હતી. જે રાજ્યના લાખો નાગરિકો માટે આશિષ રૂપ નિવડી હતી

ગુજરાત રાજ્યમાં આપણે PMJAY  યોજના હેઠળ 86 લાખ પરિવારોને આવરી લીધા છે.

સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ લોકોને સસ્તી દવાઓ ઉપલ્બ્ધ થાય તે માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજનાને વેગવાન બનાવી છે.

જેના દ્વારા ગરીબ મધ્યમ વર્ગના પરિવારને ગંભીર રોગોના દવાના ખર્ચમાં માતબર ઘટાડો થયો છે.

ટેલી મેડિસીન

  • ગુજરાત ફ્યુચર ઑફ હેલ્થ અને હેલ્થ ઑફ ફ્યુચર  બન્ને ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપવા કટિબદ્ધ બન્યું છે. આપણે ત્યાં મેડિકલ ટુરિઝમનો ખૂબ જ વિકાસ થયો છે અને એટલે દેશ દુનિયામાંથી લોકો સારવાર કરાવવા ગુજરાત આવતા થયા છે.
  • બદલાતા યુગમાં આધુનિક સુવિધા અને ટેકનોલોજી સાથે રાજ્યના આરોગ્ય માળખાને મજબૂત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
  •  રાજ્ય સરકારે આરોગ્ય સંસ્થાઓમાં ટેલી  રેડીયોલોજી, ટેલી એ.આઇ.સી.યુ., ટેલી  મેડિસીન, ટેલી મેન્ટલ હેલ્થ જેવી સેવાઓ માટે 2 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરી છે,
  •  ટેલી મેડિસીન ક્ધસલ્ટેશન અંતર્ગત 60 વર્ષથી વધુ વયના લોકોને ઘરે બેઠા લેબોરેટરી ટેસ્ટ સેમ્પલ કલેક્શન માટે 5 કરોડ રૂપીયાની બજેટ જોગવાઈ કરી છે.

પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ

  •  જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત કુલ પાંચ નવીન મેડીકલ કોલેજની સ્થાપના. પ્રતિ કોલેજ 100 એમ.બી.બી.એસ.ની બેઠકો માટે વર્ષ 2021-22ના બજેટમાં રૂ 2250.00 કરોડના અંદાજ છે. આ પાંચ કોલેજોમાં નવસારી, રાજપીપળા, ગોધરા , મોરબી અને પોરબંદરનો સમાવેશ થયેલ છે.
  •  રાજ્યમાં કુલ 02 (બે) સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, સોલા- અમદાવાદ અને ગાંધીનગર ની કામગીરી માટે કુલ રૂ. 685.00 કરોડના કામો મંજુર કરેલ છે.
  • રાજયમાં કુલ 04 (ચાર) નવીન પ્રસૂતિ બાળ આરોગ્ય હોસ્પિટલો મંજૂર કરવામાં આવેલ છે.
  • જામનગર અને  સિવિલ હોસ્પિટલ-અમદાવાદ ખાતે સરકારી મેડીકલ કોલેજના કેમ્પસ ખાતે 700  ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા ની કામગીરી માટે  કુલ રૂ. 85.38 કરોડના કામો મંજુર કરવામાં આવેલ છે.
  • ભાવનગર ખાતે 600 ગર્લ્સ/બોયઝ માટે હોસ્ટેલની સુવિધા ની કામગીરી માટે  કુલ રૂ. 30.00 કરોડના કામો મંજુર કરવામાં આવેલ છે.
  •  સુરત ખાતે 600 યુ.જી ગર્લ્સ અને 600 યુ.જી બોયઝ માટે હોસ્ટેલ ની સુવિધા ની કામગીરી  માટે  કુલ રૂ. 144.68 કરોડના બાંધકામના કામો હાલ પ્રગતિમાં છે.
  •   રાજયમાં કુલ 03 (ત્રણ)  200 પથારી ની જીલ્લા- હોસ્પિટલો મંજૂર કરવામાં આવેલ છે.
  •   જીલ્લા હોસ્પિટલ અને 50 પથારીની આયુર્વેદ હોસ્પિટલ, મોડાસા, જી. અરાવલ્લી ખાતે રૂ. 123.99 કરોડના ટેન્ડર મંજુર કરી ને કામના વર્ક ઓર્ડર આપવામાં આવલ છે. અને આ બાંધકામ કામગીરી પ્રગતિમાં છે.
  •  હોસ્પિટલ અપગ્રેડેશન (125 પથારીની સુવિધાવાળી) હેઠળ ભિલોડા ખાતેની હોસ્પિટલ અપગ્રડેશન  માટેના કુલ રૂ. 17 કરોડના કામો મંજૂરી હેઠળ છે.
  •  રાજ્યમાં કુલ 02 (બે) 100 પથારીની પેટા જીલ્લા હોસ્પિટલો  ચિખલી, જી.નવસારી, અને અંજાર, જી. કચ્છ ખાતે રૂ. 44.13 કરોડના કામો મંજૂરી હેઠળ છે
  •  જુનાગઢ જીલ્લાના મણાવદર ખાતે 75 પથારીની પેટા જીલ્લા હોસ્પિટલની કામગીરી માટે કુલ રૂ. 20.00 કરોડ મંજુર કરવામાં આવેલ છે.
  •  હોસ્પિટલ અપગ્રેડેશન (150 પથારીની સુવિધાવાળી) હેઠળ સંતરામપુર જીલ્લો મહીસાગર ખાતેની હોસ્પિટલ અપગ્રડેશન માટેના કુલ રૂ 8.00 કરોડનું કામ પ્રગતિ હેઠળ છે.
  • રાજ્યમાં કુલ 02 (બે) આયુષ હોસ્પિટલની કામગીરી મંજૂર કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.