પશુ પાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત આપવા બજેટમાં કરાય છે 300 કરોડની માતબર જોગવાઇ
આધુનિક યુગમાં પશુપાલન એ નાના-સિમાંત અને જમીન વિહોણા લોકો માટે ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં રોજગારીનું સાધન બન્યું છે. કૃષિ સાથે સાથે પૂરક આવક મેળવવામાં પશુપાલન એક મહત્વનો વ્યવસાય છે. આજે રાજ્યમાં ચાલતી સઘન પશુપાલન પ્રવૃત્તિને કારણે ગુજરાત દેશના દૂધ ઉત્પદનમાં અગ્રેસર છે.
ગુજરાત સરકારે જેટલું મહત્વ કૃષિ અને કિસાનોને આપ્યું છે તેટલું જ મહત્વ પશુપાલન ક્ષેત્ર અને પશુપાલકોને આપ્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાજ્યમાં પશુપાલકોની ઉન્નતિ માટે સરકારે કૃષિ મહોત્સવ સાથે પશુ આરોગ્ય મેળાને જોડી દીધા હતા, જેથી પશુપાલકોને પશુઓના સ્વાસ્થ્ય તથા વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કેવી રીતે કરવું તેની સમજ પડે. રાજ્ય સરકારે દસ ગામ દીઠ એક પશુ દવાખાનું શરૂ કર્યું છે. રાજ્યમાં મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજનાથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પશુ ચિકિત્સા સેવાઓ વધુ સુદ્રઢ બની છે. રાજ્યના પશુપાલકોને પશુ દવાખાના ખાતે નિ:શુલ્ક પશુ સારવાર ઉપલબ્ધ બનતાં પશુ ચિકિત્સા સેવાનો વ્યાપ વધ્યો છે..
રાજ્યમાં આદરણીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્યના પશુધનને રક્ષણ આપવા અને પશુપાલન ક્ષેત્રને વેગ આપવા માટે ડબલ એન્જિન રાજ્ય સરકાર કટીબદ્ધ છે. પશુપાલકોને ટૂંકી મૂદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે બજેટમાં 300 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સાથે જ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે કામગીરી
રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને ગામ બેઠાં નિષ્ણાત પશુચિકિત્સકોની ટીમ દ્વારા પશુ સારવાર મળી રહે તે માટે વર્ષ 2002-03થી રાજ્યવ્યાપી પશુઆરોગ્ય મેળા અભિયાન અમલમાં મુકાયેલ છે, જેમાં મેડિસિનલ સારવાર, સર્જિકલ સારવાર, કૃમિનાશક સારવાર, રસીકરણ અને કૃત્રિમ બીજદાનની સેવાઓ નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
રાજ્ય વ્યાપી પશુ આરોગ્ય મેળા અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 72,100થી વધુ 5શુ આરોગ્ય મેળાઓના આયોજન દ્વારા 2.94 કરોડથી વધુ પશુઓને નિ:શુલ્ક 5શુ સારવાર આપવામાં આવી છે. રાજ્ય વ્યાપી પશુ આરોગ્ય મેળા અભિયાન અંતર્ગત કુલ 44 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.
નેશનલ એનિમલ ડીસીઝ ક્ધટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત યોજાયેલ પ્રથમ રાઉન્ડમાં રાજ્યમાં કુલ 170 લાખ પશુઓમાં ખરવા-મોવાસા રોગપ્રતિકારક રસી આપવામાં આવી છે. સાથો સાથ 200 લાખથી વધુ પશુઓને ઈયર ટેગીંગ દ્વારા આગવી ઓળખ-પદ્ધતિ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
છેલ્લા વીસ વર્ષમાં રાજ્યમાં પશુ રસીકરણની કામગીરીમાં વાર્ષિક કુલ 179 લાખનો વધારો થયો છે. (વર્ષ 2000-2001 : 199.75 લાખ વર્ષ 2020-21 : 378.85 લાખ)
નેશનલ એનિમલ ડીસીઝ ક્ધટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ઈયર ટેગીંગ દ્વારા આગવી ઓળખ આપવાની કામગીરી માં અને ખરવા-મોવાસા રોગપ્રતિકારક રસીકરણની કામગીરીમાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય ત્રીજા ક્રમે છે તેમજ બ્રુસેલ્લોસીસ રસીકરણની કામગીરીમાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય ચોથા ક્રમે છે..
છેલ્લો વીસ વર્ષમાં રાજ્યમાં 729 નવા પશુ દવાખાના/ફરતાં પશુ દવાખાનાની સ્થાપના કરવામાં આવી. (વર્ષ 2000-01 : 478 અને વર્ષ 2020-21 : 1207)
જેમાં દસ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના કાર્યરત કરવામાં આવેલ 460 ફરતાં પશુદવાખાનાનો પણ સમાવેશ થાય છે. આ મોબાઇલ પશુ દવાખાનાની સેવા હેઠળ રાજ્યમાં અંદાજિત 5300 ગામોને આવરી લેવામાં આવ્યા છે, આ ફરતાં પશુ દવાખાના દ્વારા અત્યાર સુધીમાં કુલ 36 લાખથી વધુ નિ:શુલ્ક પશુ સારવાર પુરી પાડવામાં આવી છે
છેલ્લા વીસ વર્ષમાં રાજ્યમાં 20 નવી વેટરનરી પોલિક્લીનિકની સ્થાપના થઈ છે. (વર્ષ 2000-01 : 14 અને વર્ષ 2020-21 : 34)
માલિક વિહોણા અને અબોલ પશુઓની સારવાર તેમજ આકસ્મિક પશુ સારવાર માટે કુલ 37 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 ની સેવાઓ કાર્યાન્વિત કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 4,50,000 થી વધુ નિ:શુલ્ક સારવાર પુરી પાડવામાં આવી છે..
રાજ્ય વ્યાપી પશુ આરોગ્ય મેળા અભિયાન તથા સઘન રસીકરણ અભિયાન તેમજ પશુ આરોગ્ય સેવાઓના વ્યાપમાં વધારો કરવા માટે અમલમાં મુકાયેલ અનેક વિધ કાર્યક્રમોના પરિણામે રાજ્યમાં પશુઓમાં થતાં ચેપી રોગચાળાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2002-03 માં પશુઓમાં નોંધાયેલ ચેપી રોગચાળાની સંખ્યા 161 હતી, જે વર્ષ 2021-22 માં માત્ર 30 રહેવા પામેલ છે.
ગુજરાત રાજ્યમાં કૃત્રિમ બીજદાનની કામગીરીના વ્યાપમાં વધારો, જાતીય આરોગ્ય કેમ્પનાં આયોજન દ્વારા પશુઓના જાતીય રોગનાં નિરાકરણ લાવવા તેમજ શુધ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહન આપવું અને સેક્સડ સીમેન ડોઝના ઉપયોગને પ્રોત્સાહન આપવું વગેરે પહેલ થકી પશુધન સુધારણા દ્વારા પશુપાલન વ્યવસાયને નફાકારક બનાવવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
છેલ્લા વીસ વર્ષમાં રાજ્યમાં કુલ 5360 કૃત્રિમ બીજદાન કેન્દ્રોની સ્થાપના થઈ છે. (વર્ષ 2000-01 : 3693 અને વર્ષ 2020-21 : 9053)
છેલ્લો વીસ વર્ષમાં રાજ્યમાં પશુઓમાં થયેલ કૃત્રિમ બીજદાનની કામગીરીમાં 284 ટકાનો વધારો (વર્ષ 2000-01 : 22,99,381 અને વર્ષ 2020-21 :88,34,857)
ભારત સરકારશ્રીના રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ બીજદાન કાર્યક્રમ (ગઅઈંઙ) હેઠળ રાજ્યના 50 % કરતા ઓછુ કૃત્રિમ બીજદાન કવરેજ ધરાવતા 21 જિલ્લાઓમાં અત્યાર સુધીના ત્રણ તબક્કાઓમાં કુલ 26 લાખથી વધુ કૃત્રિમ બીજદાનની કામગીરી થઇ છે.
રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત રાષ્ટ્ર વ્યાપી કૃત્રિમ બીજદાન કાર્યક્રમ (ગઅઈંઙ) ના પ્રથમ તબક્કામાં કૃત્રિમ બીજદાનથી ગર્ભધારણ દર (ઈજ્ઞક્ષભયાશિંજ્ઞક્ષ છફયિં)ની બાબતમાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પાંચમાં ક્રમે અને બીજા તબક્કામાં કૃત્રિમ બીજદાન કરેલ પશુઓની સંખ્યાની બાબતમાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય ચોથા ક્રમે છે.
વર્ષ 2009થી શરુ કરવામાં આવેલ જાતીય આરોગ્ય કેમ્પ અંતર્ગત રાજ્યમાં 36000થી વધુ જાતીય આરોગ્ય કેમ્પનાં આયોજન થકી 16 લાખથી વધુ પશુઓને જાતીય આરોગ્ય સારવાર આપવામાં આવી છે.
પશુ સંવર્ધનની અધ્યતન ટેક્નોલોજી આધારિત સેક્સડ સીમેન ડોઝ ના ઉપયોગને રાજ્યમાં પ્રોત્સાહીત કરવાની દિશામાં રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળની ભારત સરકારશ્રીની સહાયથી સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડકશન એન્ડ ટ્રેનિંગ ઇંસ્ટીટયુટ, પાટણ ખાતે સેક્સડ સીમેન લેબોરેટરીની ફેસીલીટીની સ્થાપના કરવામાં આવી છે.
આ લેબોરેટરીમાં ઉત્પાદિત થનાર સીમેન ડોઝના ઉપયોગ થકી 85 થી 90 ટકા વાછરડીઓ અને પાડીઓનો જન્મ થશે અને રાજ્યમાં પશુપાલન વ્યવસાય આગામી દિવસોમાં વધુ નફાકારક બની રહેશે.
પશુઓમાં વર્ષ 2000-2001 ની સરખામણીએ વર્ષ 2020-21 માં ભેંસ, દેશી ગાય, સંકર ગાય અને બકરીની દૂધ ઉત્પાદકતામાં અનુક્રમે 36%, 51%, 29% અને 48% નો વધારો થયો છે.
છેલ્લા વીસ વર્ષમાં રાજ્યના કુલ દૂધ ઉત્પાદનમાં 105.36 લાખ મે.ટનનો વધારો થયો છે. (વર્ષ 2000-01 : 53.17 લાખ મે.ટન અને વર્ષ 2020-21 : 158.53 લાખ મે.ટન)
રાજ્યના દૂધ ઉત્પાદનમાં વધારો થતાં, રાજ્યમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતામાં છેલ્લા વીસ વર્ષમાં અભૂતપૂર્વ વધારો નોંધાયેલ છે. વર્ષ 2000-01 માં રાજ્યની માથાદીઠ દૂધની ઉપલબ્ધતા 291 ગ્રામ પ્રતિ દિન હતી. જે વર્ષ 2020-21 માં વધીને 631 ગ્રામ પ્રતિ દિન થયેલ છે.
રાજ્યમાં વ્યાપક પશુ આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓ થકી પશુઓમાં થતાં ચેપી રોગચાળામાં નોંધપાત્ર ઘટાડો થવાથી અને પશુ સંવર્ધનની અદ્યતન ટેકનોલોજીને પશુપાલકો સુધી પહોચાડવાના રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને કારણે રાજ્યના પશુઓની ઉત્પાદકતાની સાથે સાથે પશુ પેદાશોના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેની સમગ્ર દેશ કક્ષાએ નોંધ લઈ, ઇન્ડિયા એનિમલ હેલ્થ સમીટ-2022 માં 7 જુલાઈ, 2022 ના રોજ નવી દિલ્લી ખાતે ગુજરાત રાજ્યને પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં શ્રેષ્ઠ રાજ્ય (ઇયતિં જફિંયિં શક્ષ અઇં ઈંક્ષરફિતિિીંભિીંયિ) નો એવોર્ડ એનાયત થયેલ છે.
લમ્પી સ્કીન ડીસીઝ માટે યુદ્ધના ધોરણે કરેલ કામગીરી
રાજ્યમાં મોટા પશુઓમાં જોવા મળેલ લમ્પી સ્કીન ડીસીઝના રોગચાળાની પરિસ્થિતીને પહોંચી વળવા માટે તમામ સ્તરે યુદ્ધના ધોરણે રાજ્ય સરકારે પગલા લીધેલા છે. રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુઓને સ્થળ પર સમયસર પશુ સારવાર પુરી પાડવાની તેમજ સ્વસ્થ પશુઓને રોગ સામે રક્ષણ પુરૂ પાડવા રસીકરણ કરવાની, પશુપાલકોમાં રોગ પ્રત્યે જાગૃતિ માટે પ્રચાર-પ્રસાર, ટીવીના માધ્યમથી રોગના અટકાવ અંગે લેવાના પગલાંની યોગ્ય સમજ પુરી પાડવી, ઇમરજન્સી કોલ સેન્ટર -1962ના માધ્યમથી 24ડ7 પશુપાલકોના રોગ અંગેના પ્રશ્નોનું નિવારણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા તા. 26.07.2022 ના જાહેરનામાથી તાત્કાલિક અસરથી રાજ્યના 14 જીલ્લાઓને નિયંત્રિત વિસ્તાર જાહેર કરી, જે તે જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાંથી તે જિલ્લામાં તેમજ રાજ્યના અન્ય વિસ્તારમાં હેરફેર પર પ્રતિબંધ તેમજ જે-તે જિલ્લાઓમાં પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતોના આયોજન પર પ્રતિબંધ મુકાયેલ છે.
લમ્પી સ્કીન ડીસીઝના બચાવ અને નિયંત્રણ માટે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સંકલન સહ મોનીટરીંગ કમિટીની રચના કરવામાં આવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય કક્ષાનો અલાયદો કંટ્રોલ રૂમ કાર્યરત કરવાનો નિર્ણય કરવામાં આવેલ. આ કંટ્રોલ રૂમ ખાતે બે અલાયદા નંબરો જાહેર કરી પશુપાલકોને આ રોગ સંબંધિત સેવાઓ તથા માર્ગદર્શન માટે 24ડ7 કાર્યરત કરવામાં આવેલ. જેમાં રોજના અંદાજિત 2600થી વધુ કોલ્સનો જવાબ આપવામાં આવી રહ્યો છે.
રાજય સરકાર દ્વારા કામધેનુ યુનિવર્સીટીના કુલપતિશ્રીના અધ્યક્ષસ્થાને પશુ ચિકિત્સાશાસ્ત્ર વિષયના અન્ય છ (6) નિષ્ણાતો સહિત સાત (7) સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે. સાથે જ 1500 જેટલા કર્મચારી અધિકારીઓ લમ્પી સંદર્ભની કામગીરીમાં જોડાયેલા છે.
માનનીય મુખ્યમંત્રીશ્રીએ માન. કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી સાથે લમ્પી સ્કીન ડિસીઝથી વધુ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની તા. 02.08.2022 ના રોજ મુલાકાત લીધી હતી.. આ રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટે કાર્યરત ભૂજ આઈસોલેશન સેન્ટરની માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિરીક્ષણ-મુલાકાત લઈ પશુધનને અપાઈ રહેલી સારવાર-સંભાળની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ રસીકરણ સેન્ટરની પણ મુલાકાત લઈને વેકસીન સ્ટોક, તેની સાચવણી વગેરેની માહિતી મેળવી હતી. 16 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 41 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.