બે દિવસમાં ૩૩ હજાર લોકોની તપાસણી; ૯ના મોત
શહેરમાં છેલ્લા એક માસથી કોરોના બેકાબુ બનતા ગઈકાલે એક જ દિવસમાં ૧૫ નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
જીલ્લા આરોગ્ય વિભાગની સૂચનાથી શહેરમાં છેલ્લા બે દિવસમાં ડોર ટુ ડોર તપાસણી હાથ ધરાતા પ્રથમ દિવસે ૧૬ હજાર લોકોની તપાસણી કરાઈ હતી તેમાં ૩૧ લોકોના સેમ્પલ લેવાયા હતા તેમાં ૫ લોકોને કોરોના પોઝીટીવ આવ્યો હતો. ગઈકાલે વધુ ૧૭ હજાર લોકોની તપાસણી દરમ્યાન ૯૫ જેટલા ટેસ્ટીંગ કરાતા એકજ દિવસમાં ૧૫ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ચોકી ઉઠ્યું હતુ અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ ૧૮૫ નોંધાયા છે. તેમાં નવ લોકોનાં મોત થયા છે.ગઈકાલે શહેરનાં આરોગ્ય અધિકારીએ કોરોનાના આંકડા આપવા ગલાતલા કરતા એવી શંકા સેવાઈ રહી છે કે કોરોનાના કેસ હજુ શહેરમાં વધુ હોય તો નવાઈ નહિ આ અંગે નગરપાલીકા પાસેથી મંગાયેલી માહિતીમાં ગઈકાલે ૧૫ કેસ નોંધાયા હતા.