સૌરાષ્ટ્ર યુનિ.ના ફિલ્મ મેકીંગ વર્કશોપમાં કાલ્પનિકને બદલે જીવંત કથા વસ્તુવાળી સંવેદનશીલ ફિલ્મ બનાવવા ભાર્ગવ પરમાર, રોનક ફળદુ વિજેતા

બિમારી અને બેરોજગારીથી કંટાળીને આપઘાતના કિસ્સાઓ રોજેરોજ વાંચવા, સાંભળવા મળે છે. પરંતુ રાજકોટમાં બી.કોમ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 24 વર્ષના અભિષેક વ્યાસ મેજેર થેલેસેમીયાની ગંભીર બિમારી અને મઘ્યમ વર્ગીય પરિવાર છતાં હિમત હાર્યા વગર મુસીબતના પહાડને હરાવી રહ્યો છે. આ સત્ય કહાનીથી પ્રેરિત થઇને રાજકોટના સિવીલ એન્જીનીયર ભાર્ગવ પરમાર અને એમબીએ રોનક ફળદુએ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા રાજય કક્ષાની આયોજીત ફિલ્મ મેકીંગ સ્પર્ધામાં આ યુવાન પર પ મીનીટ 19 સેક્ધડની બનાવેલી દસ્તાવેજી ફિલ્મને જયુરી સહિત સૌની મુકત કંઠે પ્રસંશા સાથે તેને પ્રથમ પારિતોષિત મળ્યું છે.

સ્પર્ધકોએ માત્ર ર4 કલાકમાં પ્રેરક સંદેશો આપતી ફિલ્મ બનાવવાની સ્પર્ધા હતી. જેમાં કાલ્પનિક વિષય વસ્તુને બદલે આ યુવાનોને થેલેસેમીયાગ્રસ્ત યુવાનને શોધી તેના પર આંખની ભીની કરી દેતી હ્રદય સ્પર્શી દસ્તાવેજી ટ્રુંકી ફિલ્મ બનાવી ત્યારે પ્રથમ નંબરની સ્પર્ધાત્મક ભાવના નહી પણ સમાજને સત્ય ઘટનાથી પ્રેરણા આપવાની ભાવના હતી.

અભિષેકને દર બાર દિવસે લોહી બદલાવવું પડે છે. છ માસની ઉમરે મેજર થેલેસેમીયાનું નિદાન થયું. છતાં પિતા પર ઘરનો બોજ ઘટાડવા મોટામવા સ્મશાન પાછળ રેઇનબો સિટી એપાર્ટમેન્ટમાં સપરિવાર રહેતા આ યુવાને બિમારીથી નાસી પાસ થયા વગર માત્ર માતા પિતા જ સંતાનો માટે ઝઝુમે તે યોગ્ય નથી. સંતાનોની પણ ફરજ  છે તે વિચાર સાથે નોકરી માટે કતારોમાં ઉભા રહેવા કે આજીજી કરવા કે કોઇની દયા પર નિર્ભર રહેવાને બદલે તેણે રાજકોટના રીંગરોડ-ર ઉપર કટારીયા ચોકડી પાસે ઘુઘરા વેચવાની લારી શરુ અને આજે માત્ર પોતે જ આર્થિક પગભર ન થયો. કુટુંબને પણ પગભર બનાવ્યું છે. અને શ્રમજીવી મહિલાન પણ રોજી આપી, ભારતને આત્મનિરભર બનાવવામાં મુક યોગદાન આપ્યું છે.

પાંચ મિનીટની આ પ્રેરક ફિલ્મ યુ ટયુબ પર GLOWSUN PRODUETIONS નામની ચેલલ પર જોઇ શકાશે. ફિલ્મમાં વિષય વસ્તુ કથા, સંવાદ,, અભિનય ભાર્ગવ પરમાર, દિગ્દર્શન કેમેરા, એડીટીંગ રોનક ફળદુ એ કર્યુ છે. ઉપરાંત ટીમમાં ગુજરાતમાંથી નૈનેશ વાઘેલા, કુલદિપ પઢીયાર, દિલીપ વાઘેલા, પ્રેમ પરમાર, પ્રણવ શ્રીમલી, મુકેશ મકવાણા વગેરેએ યોગદાન આપ્યું હતું. પાંચ વર્ષ અગાઉ ભાર્ગવ પરમારે પોતે એકલાએ મોબાઇલના વ્યસનથી મુકત થવા પર બનાવેલી ફિલ્મને પણ ત્રીજું પારિતોષિક મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.