અબતક સાથેની વાતચીતમાં ડો. મનીષગોસાઈ જે કાલાવાડ રોડ યુનિ. ડો. એસો.ના પ્રમુખ ઈન્ડીયન મેડીકલ એસો.ના પાસ્ટ પ્રેસી. છે છેલ્લા ૨૦ વર્ષથી શિવમ હોસ્પિટલમાં ફીઝીશીયન છે તેઓ જણાવે છે કે મારી આ હોસ્પિટલ ખાતે અલગઅલગ ડો.અહી સેવા આપે છે. મારા મત અનુસાર ડોકટર એટલે એક એવી વ્યકિત કે જે પોતાની જીંદગી બીજાને સમર્પીત કરો અને કોઈનું જીવન બચાવવાની કોશિષા કરે અને ભગવાન દ્વારા આર્શીવાદ મળતા હોય એનો એક માધ્યમ બની દર્દી નારાયણ ના બધા જ દર્દો દૂર કરે છે.

એનું નામ ડોકટર હું ખૂબજ જ સામાન્ય પરિવારમાંથી આવું છુ અને નાનપણમા મા બીમાર પડતા ડો. પાસે દવા લીધા બાદ મને સારૂ થતું જતા મે નાનપરથી જ વિચાર્યું હતુ કે હું ડોકટર નીશ કે જયારે તમે એક દર્દીની તકલીફો દૂર કરો છો તો ત્યારે તેને કેવું મહેસુસ થાય છે. એ ને પોતે અનુભવેલું છે ત્યારથી મે એક ગાંઠ વાળી હતી કે મારે આ પ્રોફેશનમા જવું છે. કે જયાં દર્દીની સેવાના માધ્યમ દ્વારા મે આ ડોકટર બનવાનું પસંદ કર્યું

ડોકટર તરીકે હું દર્દીને દર્દી અમારા નારાયણ છે. અને જે દર્દી આવે છે. તે બીમાર હાલતમાં હોય છે તેને જે તકલીફ હોય છે તે તકલીફ વર્ણવતા ઘણી વખત એ પોતાનો સ્વભાવ બદલી જાય છે. ગૂસ્સો કરે છતા તે સમયે અમે દર્દીને સમજીએ છીએ. જયારે દર્દી સાજા થઈ ને જાય છે. ત્યારે અમને આનંદ થાય છે.

મારી લાઈફમાં એક મેટોગના દર્દી હતા કે જે સ્ત્રી પ્રેગ્રનેટ હતા અને તેની સ્થિતિ ખૂબજ નાજુક હતી અને તેમની પાસે પૈસા ન હતા સારવાર માટે તે દર્દીની સારવાર કરી અને માત્ર છેલ્લે એમના પતિએ ૧૦૦ રૂપીયા આપ્યા અને ત્યારે એમની આંખમાં આસું જોયા અને છેલ્લે એમના પતી એ જણાવ્યું કે આ મારો એક દિવસની રોજી છે. અને તે સાંભળી મારી આંખમાં પણ આસું આવી ગયા હતા એક વ્યકિતનો જન્મ થાય છે ત્યારથી મૃત્યુ થાય ત્યાં સુધી એક ડોકટરનો ભાગ એમના જીવનમાં હોય છે. બાળકના જન્મથી જ તે ગાઈનેકોલોજીસ્ટના હાથ હોય છે. જયારે તે બાળક મોટુ થાયત્યારે બાદ જીવનમાં અવાર નવાર તેને ડોકયરની જરૂરીયાત રહે છે. અને જયારે તેનું જીવન પૂરું થાય ત્યારે પણ તે એક ડોકટરનાજ સંપર્કમાં હોય છે. કારણ કે જે વ્યકિત મૃત્યુ પામે ત્યારે તેના સગા વહાલા ડોકટરને બોલાવે છે. એટલે કે જીવનની શ‚આત થી લઈ અને અંત સુધી ડોકટરોની જરૂરીયાત રહે છે.

ધી‚ભાઈ અંબાણી એક રીલાયન્સ કંપનીના માલીક જયારે મરણપથારીએ હતા મુકેશ અંબાણી તેમના પુત્રએ અમેરિકાથી ૧૦ ડોકટરોની ટીમ બોલાવી હતી પુરા વર્લ્ડમાંથી ૫૦ ડોકટરો ત્યાં હાજર હતા અને સતત કોન્ફરન્સ કરીને નકકી કરતા હતા કે આમની ટ્રીટમેન્ટ શું કરવી ચાલુ ટ્રીટમેન્ટ એ જયારે ધીરૂભાઈ એ છેલ્લા શ્ર્વાસ લીધા છતા પણ ધીરૂભાઈ અંબાણીને બચાવી ન શકયા તો. ઉદાહરણ તરીકે ધીરૂભાઈ અંબાણીને પણ બચાવી નથી શકાતા તો આપણે કોઈપણ દર્દીને જયારે સીરીયસ હોય તેની હાલત એવી હોય તો મરણ કે જીવન એ ડોકટરોના હાથમાં નથી હોતુ એ ખરેખર ભગવાનનાં હાથમાં હોય છે.

૧ જુલાઈ ઈન્ટરનેશનલ ડોકટર ડે માટે ડો. મનીષ ગોસાઈ અબતકનાં દર્શક મિત્રોને સંદેશો આપતા કહે છે કે ડોકટર ડે નિમિતે જે અબતક ચેનલે આ અભ્યાસ ચલાવ્યું છે અને ડોકટરને વાતને કે ફરી ડોકટર અને દર્દી વચ્ચેના રીલેશન ખૂબજ સારા રહે અને સરળ રીતે એવી સૌને ખૂબ ખૂબ નમ્ર વિનંતી સાથે ખૂબ શુભેચ્છા અને ડોકડર્સ ડે નિમિતેદ કર્યા તેમનો ખૂબ ખૂબ આભાર માને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.