રાજ્યમાં પ્રથમ કેસનું સફળતાપૂર્વક ઓપરેશન કરતા ડો. જીગરસિંહ જાડેજા
સમગ્ર વિશ્વમાં જવલ્લે જ થતા ઈડીયોપેથીક હાઈપર ટ્રોફીક સ્પાઈનલ પેરીમેનાન્ઝાઈટીસdeiopathic Hypertrophic Spinal Perimenanjaities (IHSP)ની સર્જરી કરતા ગોકુલ હોસ્પિટલ ના ન્યુરો અને સ્પાઇન સર્જન ડોક્ટર જીઞરસિંહ જાડેજા. IHSP એક ખૂબ જ રેર પ્રકારનો રોગ છે જેમાં બ્રેઈન તથા સ્પાઇનલ કોડ એટલે કે કરોડરજ્જુની આસપાસનું લેયર ખુબ જ જાડૂ થઈ જાય છે અને ક્યારેક તે એક ગાંઠ રૂપે પણ જોવા મળે છે. મોટાભાગે આ રોઞ બ્રેઈનની આસપાસના લેયર માં વધારે જોવા મળે છે, જ્યારે કરોડરજ્જુની આસપાસમાં જવલ્લે જ જોવા મળે છે. અત્યાર સુધીમાં વિશ્વમાં આ પ્રકારના ૫૦થી પણ ઓછા કેસ નોંધાયા છે.
રાજકોટ સ્થિત એક દર્દી ને છેલ્લા એક મહિનાથી કમરના દુખાવાની તથા ચાલવામાં તકલીફ રહેતી હતી. છેલ્લા ત્રણ-ચાર દિવસથી લેટ્રીન અને પેશાબ કરવામાં પણ તકલીફ થતી હતી. તેમણે ગોકુલ હોસ્પિટલ ના ન્યુરો અને સ્પાઇન સર્જન ડોક્ટર જીગર સિંહ જાડેજાને આ તકલીફ માટે બતાવતા ડોક્ટર જાડેજા એ ખછઈં કરવાની સલાહ આપી હતી. MRI ના રિપોર્ટમાં જવલ્લે જ જોવા મળતી કરોડરજ્જુ ની આસપાસ એક ગાંઠ જોવા મળી હતી. ડોક્ટર જીગર સિંહ જાડેજા આ ઞાઠનું ઓપરેશન કરવાની સલાહ આપી હતી અને દર્દીની મંજૂરી મળતા આ ગાંઠ કાઢી નાખી હતી અને ઞાઠ ને બાયોપ્સી માટે મોકલતા IHSP એટલે કે ઇડિયો પેથીક હાઇપર ટ્રોફિક સ્પાઈનલ પેચી મીનેંજાઇટીસ નુ નિદાન થયું હતું. ઓપરેશન બાદ માત્ર એક અઠવાડિયામાં દર્દી સ્વસ્થ થઇ ગયા છે અને તેમની પહેલાંની તમામ તકલીફો દૂર થઇ ગઇ છે.
આ પ્રકારના દર્દી નો અત્યાર સુધીનો જે ડેટા છે તે પ્રમાણે સમગ્ર વિશ્વમાં ૫૦થી પણ ઓછા દર્દી નોંધાયેલા છે અને ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આ આ પ્રથમ કિસ્સો છે. ડોક્ટર જીગર સિંહ જાડેજા ય આ દર્દીનું સફળતાપૂર્વક ઓપરેશન કરી ગોકુલ હોસ્પિટલ નિ યશકલગીમાં વધારો કર્યો છે.
આ પ્રકારની સફળતા પૂર્વક ની સર્જરી માટે દર્દી તથા તેમના સગા સંબંધીઓએ ડોક્ટર જીગર સિંહ જાડેજા અને ગોકુલ હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.