મોરબી (મયુરપુરી) નગરે શ્રી ધર્મનાથ સ્વામી જિનાલયમાં તા.6/10/23 ના સાંજે 6/39 કલાકે શ્રી અમિઝરા પાર્શ્વનાથ ભગવાન ના દેરાસરમાં શ્રીઆદિશ્વર ભગવાનની ધાતુની પ્રતિમાના પબાશનમાંથી કુદરતી રીતે સંગીતની દિવ્ય ધ્વનિના નાદ (આરતી ના મ્યુઝિક જેવું) લગભગ 30 મિનિટ સુધી સાંભળવા મળ્યો આ દરમિયાન પૂ.સાધુ ભગવંત શ્રી દિવ્ય યશ વિજયજી તથા સાધ્વીજી શ્રી સંવેગ રત્નાશ્રીજી આદિ તેમજ શ્રાવકો અને શ્રાવિકા ઓ એ મોટી સંખ્યામાં દર્શન નો લાભ (લ્હાવો) લીધો હતો.
આ તકે જણાવીએ કે મૂળનાયક શ્રી ધર્મનાથ દાદા ની પ્રતિમાજી સંપ્રતિકાલીન સમયના છે અને ખૂબ જ ચમત્કારિક છે અને અગાઉ ઘણા લોકોએ રાત્રીના સમયે દિવ્ય ધ્વનિ,વાજિંત્ર સાથે અવકાશમાંથી પ્રકાશ પુંજ ગર્ભ ગૃહમાં સંભળાતો અને દેખાતો જોવા મળેલ છે.