જનતાને કોઈપણ પ્રકારની તકલીફ ન ભોગવવી પડે તે માટે સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી દ્વારા પ્રજાને તેના પ્રશ્નોનું નિવારણ લાવવા ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા જણાવ્યું છે. જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં ઓગસ્ટ-૨૦૨૨નો જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આજરોજ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

અરજદારોને ઝડપી ન્યાય મળે તે રીતે અધિકારીઓને કાર્યવાહી કરવાનો આદેશ આપતાં કલેકટર

ee658452 ed66 4325 be15 558170aa2af2

આ કાર્યક્રમમાં કલેકટરના માર્ગદર્શન તળે માર્ગ અને મકાન વિભાગ, પીજીવીસીએલ, શિક્ષણ વિભાગ, સિંચાઈ વિભાગ, જમીન અને સંપાદન, સરકારી સહાય સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની રજૂઆતો થઈ હતી. જેમાં ૧૦ જેટલા અરજદારોને સાંભળવામાં આવ્યા હતા. તેમજ અરજદારોને ઝડપથી ન્યાય મળે તે રીતે સ્થળ તપાસ કરીને કાર્યવાહી કરવા કલેકટરે અધિકારીઓને આદેશ આપ્યા હતા.

4a26c431 424b 4205 9c0e bbad1475a809

આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર, ડી.સી.પી. ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડી.સી.પી.પ્રવીણકુમાર મીણા તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.