અંકલેશ્વર: સ્વચ્છતા આપણો અધિકાર, સ્વચ્છતા આપણું સ્વાભિમાન” અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે જિલ્લા કક્ષાનો સ્વચ્છતા ટોક કાર્યક્રમ યોજાયો મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન‘ના 10વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”અભિયાનનું આહ્વાન કર્યું છે.
વડાપ્રધાનના આહ્વાનને ઝીલી લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ ગત તા. 17 સપ્ટેમ્બરથી “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો શુભારંભ થયો છે. સ્વચ્છતાની રેલી સ્વચ્છતાના શપથ સૂકા અને ભીના કચરા ઘન કચરા વ્યવસ્થાપનનો યોગ્ય રીતે વ્યવસ્થાપન થાય તે માટે પ્રેઝન્ટેશનના વિવિધ માધ્યમો દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને અનુસંધાને સ્વચ્છતા હી સેવા નિમિત્તે અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
આઈ.ટી.સી ગાંધીનગરથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ફાયદા અને ગેરફાયદા વિશે પ્રેઝન્ટેશનથી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. તદુપરાંત, આ અભિયાનમાં જનભાગીદારી વધારવા માટે સાંસ્કૃતિક ઉત્સવ, શ્રમ દાન દિવસ, સ્વચ્છતા રેલી, સ્વચ્છતાથી સ્વાસ્થ્ય તરફ, ડોર ટુ ડોર જાગૃતિ અભિયાન, શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી, સ્વચ્છ સેલ્ફી સ્ટેશન, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, સ્વચ્છ સ્વાદ ગલીયા, કચરે સે કંચન વર્કશોપ, સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ અભિયાન, સ્વચ્છતા સંવાદ તેમજ સ્વચ્છ કલા પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવનાર છે.
સફાઈ મિત્ર સુરક્ષા શિબિર દરમિયાન તમામ સફાઈ કર્મચારીઓ તેમજ વિસ્તારના અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત તમામ સફાઈ કર્મચારીઓ અને તેમના આશ્રિતોના કલ્યાણ માટે પ્રવૃત્તિઓ હાથ ધરાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચના નિયામક નૈતિકા એચ પટેલ, ચેતન પટેલ, તાલુકા વિકાસ અધિકારી અંકલેશ્વર બારોટ તેમજ એ ટી ડીઓ આશિષ અને જિલ્લા કક્ષાના જિલ્લા દિપક જે પટેલ તેમજ જિલ્લા કક્ષાનો તાલુકો કક્ષાનો તાલુકો કક્ષાનો સ્ટાફ તેમજ તમામ તલાટી કમમંત્રી તમામ સરપંચ તથા સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.