ચિત્ર, નિબંધ, કવિતા સ્પર્ધામાં પ્રથમને રૂ.૧૫૦૦૦, દ્વિતીયને રૂ.૧૧૦૦૦ અને તૃતીયને રૂ.૫૦૦૦ ઈનામ: કોરોના વોરિયર્સ પરની સ્પર્ધામાં કૃતિ મોકલવાની છેલ્લી તા.૭ મે રહેશે
કોરોના વાઈરસના ખતરાથી સમગ્ર માનવ જાતને બચાવતા તબીબો, નર્સિંગ સ્ટાફ, પોલીસ સહિતના કર્મીઓ કે જેઓ પોતાની જાનની પરવાહ કર્યા વિના ફરજ બજાવી રહ્યા છે ત્યારે આ પ્રકારના કોરોના વોરિયર્સને બિરદાવવા માટે ગુજરાત સરકારે ગુજરાત સ્થાપના દિનથી ૧૦ મે સુધી કોરોના વોરિયર્સ પર ચિત્ર, નિબંધ અને કવિતા સ્પર્ધા યોજી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ ડિજિટલ કોમ્પીટીશનનું આયોજન કર્યું છે. જેમાં ગુજરાતના ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરિયર્સની ભૂમિકા પર વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન સ્પર્ધા યોજી છે. જેમાં પ્રથમ ક્રમ મેળવતા વિદ્યાર્થીને રૂ.૧૫૦૦૦, દ્વિતીય ક્રમને રૂ.૧૧૦૦૦ અને તૃતીય ક્રમને રૂ.૫૦૦૦ નો રોકડ પુરસ્કાર એનાયત થશે.
કોરોના વોરિયર્સ પરની ચિત્ર, નિબંધ અને કવિતા ના સ્પર્ધાના નિયમો રખાયા છે. જેમાં ચિત્ર સ્પર્ધામાં ડિજિટલ ચિત્રો અમાન્ય રહેશે, ફક્ત કલર કે બ્લેક ઍન્ડ વ્હાઇટ સ્કેચ/ સ્વ હસ્તે ચિત્ર બનાવેલ હોવું જોઈશે. ફક્ત એક ચિત્ર એક ઉમેદવાર દીઠ હોવું જોઈશે. અન્ય વિગતો યુનિવર્સિટી ની વેબ સાઈટ પરથી મળી રહેશે. નિબંધ સ્પર્ધામાં ફક્ત ત્રણ પેજ માં વધુ માં વધુ ૧૦૦૦ શબ્દોનો સ્વ હસ્તે ગુજરાતી ભાષામાં નિબંધ લખવાનો રહેશે. જ્યારે કવિતા સ્પર્ધામાં ૧૦૦ થી ૨૦૦ શબ્દોની કવિતા સ્વ હસ્તે ગુજરાતી ભાષામાં લખવી. જે ઈમેલ અથવા ગૂગલ ફોર્મ પર અપલોડ કરેલુ હોવું જરૂરી છે. ઓરિજિનલ કોપી યુનિવર્સિટી તરફથી માંગવામાં આવે ત્યારે સત્વરે મોકલી આપવાની રહેશે. વિદ્યાર્થીએ પોતાનો એનરોલમેન્ટ નંબર ફરજિયાતપણે અપલોડ કરી કોપી પર પોતાની સહી સાથે લખવાનો રહેશે. ઇનામની રકમ વિજેતાના ખાતામાં જમા કરવાની હોવાથી વિજેતાનો સંપર્ક ઈ-મેઈલ અથવા ફોનથી કરવામાં આવશે. તે સમયે સ્વહસ્તે લિખિત ઓરિજિનલ કોપી પોતાની સાથે લાવવાની રહેશે. જે વિદ્યાર્થી ગૂગલ ફોર્મની જગ્યાએ ઈ-મેલ કરવા માંગતા હોય તેમને નીચે આપેલા ઈમેલ પર જે તે સ્પર્ધા માટે પોતાની કૃતિ મોકલવાની રહેશે. જેમાં નિબંધ સ્પર્ધા માટે – youthvoice2020eassygmail.com,કવિતા સ્પર્ધા માટે youthpoem2020gmail.com અને ચિત્ર સ્પર્ધા માટે youthdrawing2020gmail.com પર મેઈલ કરવાનો રહેશે. અથવા ફોર્મ https://forms.gle/k8rL89YLeCdyA9im7 લીંક પર ભરીને પોતાની કૃતિ અને પોતાનો ફોટો અપલોડ કરવાનો રહેશે. કૃતિ એટલે કે ચિત્ર, નિબંધ અથવા કવિતા અપલોડ કરવાની અંતિમ તા. ૦૭ મે રાખવામાં આવી છે.