આજે 1લી નવેમ્બર વિશ્વ વિગન દિવસની ઉજવણી કરવામાં આવે છે,આજનો દિવસ વનસ્પતિ આધારિત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને અપનાવવા માટે સમર્પિત છે.વિગન ડાયટ ફોલો કરતા લોકો પ્રાણીઓ ઉત્પાદિત અથવા તો પ્રાણીઓને સંલગ્ન કોઈપણ વસ્તુઓ ખોરાકમાં લેતા નથી.ફળ,ધન,શાકભાજી,ડ્રાયફ્રુટ વગેરેનો લોકો ખોરાકમાં ઉપયોગ કરે છે જેને વિગન ડાયટ કહેવાય છે.
વિગન ડાયટ ફોલો કરવાથી હૃદયની તંદુરસ્તી, લોહીમાં સુગર લેવલ કંટ્રોલમાં રહેવું,પાચન શક્તિમાં સુધારો જેવા અનેક ફાયદા પણ
વિગન ડાયટના ફાયદા અને ગેરફાયદા બંને છે ફાયદાની વાત કરીએ તો તેનાથી સ્વસ્થ હૃદય,વજન માપમાં રહેવું, લોહીમાં સુગરની માત્રા કંટ્રોલમાં રહેવી કેન્સરનું જોખમ ઓછું થવું વગેરે જેવા લાભ પણ થાય છે.વેગનિઝમ સુધારેલ આરોગ્ય પરિણામો સાથે પણ સંકળાયેલું છે.સારી રીતે સંતુલિત શાકાહારી આહાર આવશ્યક પોષક તત્વો પ્રદાન કરી શકે છે અને હૃદય રોગ અને ડાયાબિટીસ જેવા ક્રોનિક રોગોનું જોખમ ઘટાડી શકે છે.જેમ જેમ વધુ લોકો તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે છે.
વાસ્તવિકતા એ છે કે જેટલી પ્રાણીઓને સંલગ્ન પ્રોડક્ટસની માંગ છે એટલા પૂરતા પ્રમાણમાં પ્રોડક્ટસ મળી રહેતા નથી જે માટે લોકો હવે વેગન ડાયટ તરફ વળી રહ્યા છે પરંતુ વેગન ડાયટ ફોલો કરવું ઘણા લોકો માટે ભવિષ્યમાં મુશ્કેલીનું કારણ પણ બની શકે છે કારણ કે ફક્ત વેગન ડાયટ ફોલો કરવાથી ઘણા પ્રકારના પોષક તત્વોની શરીરમાં ખામી થવા માંડે છે.
ઇ12, આયર્ન,વિટામીન ડી જેવા અનેક પોષક તત્વોની ખામી વેગન ડાયટ ફોલો કરતા લોકોમાં જોવા મળી શકે છે પ્રાણીઓ પ્રત્યેની સહાનુભૂતિ હોવી સારી બાબત છે પરંતુ તમે જ્યારે વેગન ડાયટ ફોલો કરશો ત્યારે તમારે પણ આવી સમસ્યાઓનો સામનો કરવો પડશે જેની પૂર્તતા કરવા તમારે પણ સપ્લીમેન્ટની જરૂર પડશે.જેથી ડોકટરોના જણાવ્યા પ્રમાણે શરીરને હંમેશા સંતુલિત આહાર જ આપવો જોઈએ.
લાંબા સમયે બી-12, આયર્ન જેવા પોષક તત્વોની ઉણપ જોવા મળી શકે છે: ડો. ખૂશ્બુ ચોટાઇ
અબતક સાથેની વાતચીતમાં ડો.ખુશ્બુ ચોટાઈ જણાવે છે કે,શરીરને યોગ્ય પોષણ મળી રહે તે જરૂરી છે તથા વિગન ડાયટ ફોલો કરવું તે વ્યક્તિની ઈચ્છા પર આધાર રાખે છે.શરીર માટે હંમેશા પૂરતા પોષક તત્વો મળી રહે તેઓ ખોરાક જરૂરી હોય છે.ફક્ત વેગન ડાયેટ ફોલો કરવાથી ભવિષ્યમાં શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ થઈ શકે છે.ઇ12, આયર્ન,વિટામીન ડી જેવા અનેક પોષક તત્વોની ખામી વેગન ડાયટ ફોલો કરતા લોકોમાં જોવા મળી શકે છે.
સગર્ભા સ્ત્રીઓએ અને બાળકોએ બને ત્યાં સુધી વિગન ડાયટ ન લેવું: ડો. ડીવા બાલ્ધા
અબતક સાથેની વાતચીતમાં ડોક્ટર ડીવા બાલધા જણાવે છે કે,સગર્ભા સ્ત્રીઓએ અથવા તો બાળક હોય વિગન ડાયટ બને ત્યાં સુધી ટાળવું જોઈએ હમણાંથી વિગન ડાયટનો ટ્રેન્ડ ખૂબ વધ્યો છે પરંતુ બને ત્યાં સુધી શરીરને તમામ પોષક તત્વો મળી રહે તેવું ડાયટ ફોલો કરવું જોઈએ તથા ફક્ત વિગન ડાયટ લેવાથી લાંબા ગાળે શરીરને ઘણા નુકસાન જોવા મળી રહે છે. જરૂરી પોષક તત્વોની ખામી થતા સપ્લીમેન્ટ લેવા જરૂરી બની રહેશે જેથી ફક્ત ભાવનાઓમાં વહીને ખોરાક નક્કી ન કરવો જોઈએ સંતુલિત આહાર જ લેવો જોઈએ.