જામકંડોરણા ખાતે માનવતા ગ્રુપ દ્રારા કેન્સર ના નિદાન અને સારવાર માટે કેમ્પ નુ વિના મુલ્યે આયોજન કરવામા આવ્યુ છે. તા: ૧૫ /૦૯/૧૮ ને શનિવારે બપોરના ૪ થી ૬ કલાક દરમ્યાન જામકંડોરણા છાત્રાલય ની પાસે છાત્રાલય સંચાલીત પથીકાશ્રમ મા વિના મુલ્ય કેમ્પ નુ આયોજન કરવા મા આવેલ છે આ કેન્સર નિદાન અને સારવાર મા ગુજરાત ના ખ્યાતનામ અને ૨૫ વર્ષ નો બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાત સેવાભાવી ડો. કિન્નર શાહ ( કેન્સર સર્જન ) તથા ડો. યશ શાહ ( ઓરલ એન્ડ મેકસીલોફેસિયલ સર્જન ) અને ડો. જ્ઞાનેન્દ્ર મિશ્રા ( હેડ એન્ડ નેક કેન્સર સર્જન ) પોતાની માનદ્ સેવા સેવાઓ આપશે આ કેમ્પ મા ડો. દ્વારા મોઢું ઓછું ખુલવું, મોંઢા મા લાલ અને સફેદ ડાઘ, જીભ ગાલ અને જડબા ની ચાંદી અને ગાંઠ, ગળા ની ગાંઠ ઘોઘરો અવાજ, થુંક / ખોરાક ને ગળવા મા તકલીફ, થાઈરોઈડ ની ગાંઠ અને સ્તન ની ગાંઠ કેન્સર ની ચેતવણી ના ચિન્હો તથા પાન મસાલા અને ગુટકા થી બંધ થઈ ગયેલા મોંઢા સહીતના રોગ ની વિના મુલ્યે તપાસ અને સારવાર કરવા મા આવશેઆ કેમ્પ અગાઉ કેન્સરનુ ઓપરેશન કરેલા દર્દીની પણ વિના મુલ્યે તપાસ કરી આપશે . આ તકે આ કેમ્પ મા વહેલા તે પહેલા ના ધોરણે નિદાન કરવામા આવશે આ કેમ્પ સારવાર લેવા આવતા તમામ દર્દીઓ પોતાના જરૂરી કાગળો તથા ફાઈલ અચૂક લાવવાની રહેશે.
આકેન્સર કેમ્પ ને સફળ બનાવવા માનવતા ગ્રુપના કાર્યકર્તા વિજયભાઈ રાણપરીયા, દિપકભાઈ ગજેરા, અરવિંદભાઈ વાડોદરીયા, મનસુખભાઇ બાલધા, પ્રવિણભાઈ દોંગા, અતુલ લશ્કરી, ધર્મેન્દ્રભાઈ બાબરીયા, ભોલાભાઈ સોલંકી સહીતના કાર્યકર્તા જહેમત ઉઠાવશે.