રાજકોટમાં શહેર રૈયા ચોકડી પાસે આવેલા અંબિકા કોમ્પલેક્ષમાં જયદ્વિતીય સિલિન્ડર સપ્લાય એન્ડ સ્ક્રેપ નામની ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરતી એજન્સીમાં કામ કરતા ડીલેવરી બોય દ્વારા એજન્સીના 200 જેટલા સિલીંડરો બારોબાર વેચી મારી ફુલ રૂપિયા ૧૬ લાખની એજન્સીસ સાથે છેતરપિંડી કરતા ગાંધીગ્રામ પોલીસ દ્વારા તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ડિલિવરી બોય દ્વારા એજન્સીમાંથી ૨૦૦ જેટલા ઓક્સિજનના બાટલા બારોબાર વેચી નાખતા ગાંધીગ્રામ પોલીસમાં નોંધાતો ગુનો
બનાવવા અંગેની મળતી માહિતી અનુસાર પરાસર પાર્ક મેઇન રોડ પર રહેતા અને જયદ્વિતીય સિલિન્ડર સપ્લાય એન્ડ સ્ક્રેપ નામની ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરતી એજન્સી ચલાવતા લકીરાજસિંહ વનરાજસિંહ રાણા નામના દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની નોંધાવેલી ફરિયાદમાં આરોપોમાં તેને ત્યાં કામ કરતા ડીલેવરી બોય રાહુલ લક્ષ્મણ જોગરાણાનું નામ આપ્યું હતું જેમાં તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ,આજથી દશેક દિવસ પહેલા તા.૩૦/૦૯ ના રોજ રૈયા રોડ પર બાપા સીતારામ ચોક ખાતે આવેલ સાસ્વત હોસ્પિટલમાંથી ધર્મેશભાઈ વ્યાસ કે જે સાસ્વત હોસ્પિટલમાં ટેકનીકલ કામ કરવા ગયેલ ત્યારે આ ધર્મેશભાઇ વ્યા સનો મને ફોન આવેલ અને વાત કરેલ કે મેં તમોને હોસ્પિટલમાં કોન્ટ્રાકટ અપાવેલ છે અને તમે મને જાણ કર્યા વગર ઓકસીજનના બાટલા સપ્લાય કરો છો તેમ કહેતા મેં આ ધર્મેશભાઈને કહેલ કે અમારી પેઢીમાંથી આવા કોઈ ઓકસીજનના બાટલાની ડિલીવરી થઈ જ નથી જેથી આ ધર્મેશભાઈએ કહેલ કે ઓકસીજનના બાટલાનું ચલણ તમારી પેઢીના નામે છે તેમ કહેતા હું અને મારા મિત્ર દીગુભા રૂબરૂ તપાસ કરવા માટે સારસ્વત હોસ્પિટલ ખાતે ગયેલ અને હોસ્પીટલના એડમી ન તરીકે નોકરી કરતા પ્રકાશભાઇને મળેલો અને ત્યાં ધર્મેશભાઇ વ્યાસ પણ હાજર હતા અને આ સારસ્વત હોસ્પીટલના એડમીન પ્રકાશભાઇએ અમારી પેઢીના નામનુ ચલણ અમને બતાવેલ હતું.
જેથી મે અમારી એજન્સીમાં ડીલીવરી બોયનુ કામ કરતા રાહુલભાઇ જોગરાણાને રાત્રીના આશરે નવેક વાગ્યે સાસ્વત હોસ્પીટલ ખાતે બોલાવેલા અને અમોએ આ અમા રા એન્સીના ડીલીવરી બોય રાહુલભાઇ જોગરાણા પુછપરછ કરેલ અને તેને કહેલ કે ઓકસીજનના બાટલાની ડિલીવરી મારા ઓળખીતા મિલનભાઈ નામના વ્યક્તિએ નવો ધંધો શરૂ કરેલ હોય જેથી મેં આપણી પેઢીના નામે ચલણ નં.૨૯૦ બનાવેલ છે અને તેના પૈસા રૂ.૬૦,૦૦૦ મેં લીધેલ છે બાદ તા.૦૧/૧૦ ના રોજ સવારના આશરે દશેક વાગ્યે મેં અમારી ઓફીસે આવી અમારા સ્ટોક તેમજ સ્ટેટમેન્ટ તપાસતા અમારી એજન્સીમાંથી આશરે ૨૦૦ નંગ ઓક્સીજનના બાટલા સ્ટોકમાં બતાવતા ન હોય જેથી મેં અમારી એજન્સીના ડિલીવર બોય તરીકે કામ કરતા રાહુલભાઈને વાત કરતા તેના દ્વારા આ છેતરપિંડીની કબુલાત આપવામાં આવી હતી પરંતુ ત્યારે તેને જણાવ્યું હતું કે તે તમામ રૂપિયા પરત આપી જેમાં ગઈકાલે તેને ફોન કરી મારાથી પૈસાની વ્યવસ્થા નહીં થઈ શકે તમે કાયદેસર કાર્યવાહી કરજો તેમ કહેતા લકી રાજસિંહ દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.