યુગાન્ડાથી આવેલા ત્રણ સભ્યો ગુજરાતે ઔઘોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના એમ.એસ.એમ.ઇ. સેકટરમાં ગુજરાતના મહત્વપૂર્ણ પ્રદાનથી પ્રભાવિત થયા
મુખ્યમંત્રી સાથેની મુલાકાત દરમિયાન તેમણે ગુજરાત સાથે એમ.એસ. એમ.ઇ. સેકટરની સહભાગિના અને યુગાન્ડામાં રહેલી એન.એમ.એમ.ઇ. ની તકો વિશે પરામર્શ કર્યો
એમ.એસ.એમ. ઇ. ના નેજા હેઠળ યુગાન્ડાના એમ્બેસેડર કૈઝાલા મોહમ્મદના નેતૃત્વમાં ત્રણ સભ્યોના ડેલિગેશ રાજકોટ આવ્યું હતું.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશનર મિસિસ ગ્રેસ અકેલો . એ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત સમયે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ (SVUM)ના પ્રમુખ પરાગ તેજૂરા વિશેષ ઉપસ્થિત રહેલ અને બંને મહાનુભાવોને એકબીજાથી પરિચિત કરાવેલ. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના એમ એસ એમ ઇ સેક્ટરમાં જે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે તેની સફળતાથી તેઓ પ્રભાવિત થયા હતા.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથેની આ મુલાકાત દરમ્યાન તેમણે ગુજરાત સાથે એમ એસ એમ ઇ સેકટરની સહભાગિતા અને યુગાન્ડામાં એમ એસ એમ ઈ સેકટર માં રહેલી તકો વિશે ચર્ચા પરામર્શ કર્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યુગાન્ડા ગુજરાત વચ્ચેના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રી એ યુગાન્ડા ના હાઈ કમિશનર ની ટીમ ને ગુજરાતના એમ એસ એમ ઇ કમિશનરેટની મુલાકાત લઈ આ સમગ્ર ઇકો સિસ્ટમ સમજવા અને તેનો અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું. ખાસ કરીને ગુજરાતમાં એમ એસ એમ ઇ માટે પહેલા પ્રોડક્શન પછી પરમિશન નો જે નવિન અભિગમ અપનાવ્યો છે તેના વિશે તેમજ એમ એસ એમ ઇ સેકટર દ્વારા મોટાપાયે રોજગારીની તકોની પણ વિશદ ભૂમિકા મુખ્યમંત્રીએ આ મુલાકાત બેઠક દરમ્યાન આપી હતી. વિજયભાઈ રૂપાણીએ યુગાન્ડા આફ્રિકા ભારતના પુરાતન પ્રવાસન સંબંધોની યાદ પણ તાજી કરી હતી
ઉદ્યોગના અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા એમ એસ એમ ઇ કમિશનર રંજીથ કુમાર અને ઇન્ડેક્ષ બિ ના એમ.ડી નિલમ રાની આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ આવેલ ડેલિગેશન દ્વારા વિવિધ 15 જેટલા એકમોની મુલાકાત કરવામાં આવેલ અને 15 થી વધુ કંપનીઓ સાથે વ્યક્તિગત મિટિંગ કરેલ અને ઉત્પાદન પ્રક્રિયા નિહાળેલ તેજ પ્રમાણે અમદાવાદ ખાતે પણ ડેલિગેશન દ્વારા અલગ અલગ 10 કંપનીઓ ની મુલાકાત કરવા માં આવી રહેલ છે અને લગભગ 30 જેટલા બિઝનેસમેન સાથે વ્યક્તિગત મિટિંગો કરવા માં આવેલ છે.
આગામી દિવસો માં યુગાન્ડા ના લગભગ 35 જેટલા લોકોનું એક પ્રતિનિધિ મંડળ રાજકોટ ની મુલાકાતે આવશે. તદુપરાંત મલાવી દેશ ના પાર્લામેન્ટ ના ડેપ્યુટી સ્પીકર શ્રી કાઝોમ્બો પણ એક વ્યાપારીઓનું ડેલિગેશન લઇ ને રાજકોટ આવવાનું આયોજન કરી રહેલ છે.