વિશ્વ રંગભૂમિ દિવસ થોડા દિવસના નાટ્ય શાસ્ત્ર નાટકના વિવિધ સ્વરૂપોની ઉલ્લેખ કરાયો છે અને પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. આ વર્ષની ઉજવણી થીમ “રંગભૂમિ અને શાંતિની સંસ્કૃતિ” છે. ‘જીંદગી એક નાટક હે, હમ નાટક મે કામ કરતે હે, પડદા ઉઠતા હી, પરદા ગીરતે હે, હમ સલામ કરતે હે’ એક ફિલ્મી ગીતના આ શબ્દો જ આજના દિવસ વિશે ઘણું કહી જાય છે. આખું વિશ્વ એક રંગમંચ છે. વિશ્વ એક મંચ અને તમામ પુરૂષો અને સ્ત્રીઓ તેના કલાકાર છે. પૃથ્વી પર વસતા તમામ માનવી જન્મથી મૃત્યું વચ્ચેની તેની સંસાર યાત્રામાં વિવિધ પાત્રો ભજવે છે. આપણાં દેશની સંસ્કૃતિ અને તેનો વારસો વિશ્વ વિખ્યાત છે, ત્યારે આપણે પેઢી દર પેઢી તેની પરંપરા નિભાવીને છીએ. દેશની વિવિધ કલા, સ્વરુપો અને મહાન સંસ્કૃતિ થિયેટર જગતને આગળ વધારવા મહત્વની ભૂમિકા ભજવે છે. થિયેટર કાર્યકરોના યોગદાનને સન્માનિત કરવાની તક પૂરી પાડે છે એટલું જ નહીં પરંતુ આ શૈલીના સામાજિક અને સાંસ્કૃતિક મહત્વને પણ રેખાંકિત કરે છે.
દર વર્ષે 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ થિયેટર આર્ટનું મહત્વ દર્શાવે છે. આ એક આંતરરાષ્ટ્રીય દિવસ છે. આ દિવસે થિયેટર કલાકારોનું સન્માન કરવામાં આવે છે. તો અહી જાણો કે શું છે વિશ્વ રંગભૂમિ દિવસનો ઈતિહાસ અને મહત્વ….
નાટક અને અભિનય સરળ નથી. દુનિયાની અન્ય નોકરીઓની જેમ આ ક્ષેત્રમાં પણ ઘણી મહેનત કરવી પડે છે. મનોરંજનની દુનિયામાં પ્રવેશવા માટે, લોકો તેમની કારકિર્દી થિયેટરથી શરૂ કરે છે. તેમજ એવું માનવામાં આવે છે કે જેણે રંગભૂમિમાં અભિનય કર્યો છે તે ગમે ત્યાં તેની કળાનું પ્રદર્શન કરી શકે છે.
વિશ્વ રંગભૂમિ દિવસનો ઇતિહાસ :
1961 માં, વિશ્વભરમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવા અને તેના મહત્વ વિશે જણાવવા માટે આંતરરાષ્ટ્રીય થિયેટર સંસ્થા શરૂ કરવામાં આવી હતી. તે જ સમયે, 1962 થી, દર વર્ષે 27 માર્ચને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને થિયેટર કલાના સાર, સુંદરતા, મહત્વ અને મનોરંજનમાં થિયેટર કલાકારોની મહત્વપૂર્ણ ભૂમિકાની યાદ અપાવે છે. દેશમાં થિયેટરની જૂની અને સમૃદ્ધ પરંપરા છે. વિશ્વ રંગભૂમિ દિવસ થિયેટર સાથે સંકળાયેલા લોકોની કળાના મહત્વને સન્માન આપે છે. આ દિવસ સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપે છે. તે વિશ્વભરમાં થિયેટરને પ્રોત્સાહન આપવા માટે પણ કામ કરે છે.
વિશ્વ રંગભૂમિ દિવસનું મહત્વ :
વિશ્વ રંગભૂમિ દિવસ થિયેટરનું મહત્વ જણાવે છે. આ દિવસે લોકોને તેના વિશે જાગૃત કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં આ દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેથી કરીને વિવિધ કળા, સંસ્કૃતિ અને પરંપરાઓને લોકો સુધી પહોંચાડી શકાય. સાથે જ નાટક અને અભિનય કલાકારોના સન્માનમાં પણ આ દિવસે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, વિશ્વ રંગભૂમિ દિવસનો મુખ્ય ઉદ્દેશ થિયેટરને તેના તમામ સ્વરૂપોમાં પ્રોત્સાહન આપવાનો છે.
આ વર્ષની થીમ :
આ વર્ષે વિશ્વ રંગભૂમિ દિવસની થીમ “રંગભૂમિ અને શાંતિની સંસ્કૃતિ” છે. આ થીમ સમાજમાં શાંતિ, સંવાદ અને સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે રંગભૂમિની શક્તિને પ્રતિબિંબિત કરે છે. થિયેટર વિવિધ સંસ્કૃતિઓ અને વિચારોને એકસાથે લાવીને પરસ્પર સમજણ અને સહયોગને પ્રોત્સાહન આપે છે. રંગભૂમિના કલાકારો તેમના નાટકો દ્વારા સમાજમાં પ્રેમ, સંવાદિતા અને એકતાનો સંદેશ આપે છે.