ધ્રાગધ્રામા સૌથી મહત્વની અને રોજગાર પુરુ પાડતી DCW કંપનીમા કામદારોના કાને આંદોલનોની હવા ફુકાઇ હતી. જ્યારે કામદારો દ્વારા ગઇકાલે પોતાના પ્રશ્નોને લઇને આંદોલન શરુ કરાયુ હતુ જેમા કંપની બહાર આ તમામ કામદારોએ ધરણા પર બેસી જઇ વિરોધ્ધ કરતા વાહનની અવર-જવર બંધ કરાવી હતી જ્યારે કામદારોની હડતાલથી કંપનીના અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો કામદારો પાસે દોડી આવ્યા હતા જ્યા કામદારો દ્વારા કંપનીમા પોતાનુ શોષણ થતુ હોય અને અન્ય કેટલાક પ્રશ્નો રજુ કરાયા હતા જેમા કામદારોના મહત્વનો પ્રશ્ન હતો કે કામદારો પાસે લેવાતા કામની સામે કામદારોને વેતન દેવામા આવતુ નથી.
કામદારોના આંદોલનની જાણ ધ્રાગધ્રાને પુવઁ ધારાસભ્ય આઇ.કે.જાડેજાને થતાની સાથે જ તેઓ દ્વારા કામદારોના પ્રશ્નોના નિરાકરણ માટે કંપનીના અધિકારીઓને બેઠક કરવા જણાવ્યુ હતુ સાથે કામદાર સંધના મહામંત્રી કિરીટસિંહ જાડેજાની હાજરીમા આ બેઠક બાદ કામદારોના મહત્વને વેતન મુદ્દેના પ્રશ્નનુ નિરાકરણ કરાતા દરેક આંદોલનમા જોડાયેલ કામદારોએ નિણઁય આવકાયોઁ હતો અને રોજીંદા કામ મુજબ પોતાનુ કામ ફરી યથાવત શરુ કરાયુ હતુ જેથી હાલ DCW કંપનીના કામદારોના પ્રથમ અને મહત્વના પ્રશ્નનુ નિરાકરણ થતા કામદારોમા આનંદની લાગણી છવાઇ હતી જોકે હજુ કેટલાક અન્ય પ્રશ્નો પર ચચાઁ કયાઁ બાદ જ વધુ નિણઁય લેવાશે જેથી હાલ તો આ મુદ્દે આંદોલન સમેટાયુ હોય તેવુ કહી શકાય.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com