સાઇબર ક્રાઇમના ભેજાબાજો ઇન્ટનેટને લગતી તમામ માહિતી હેક કરી શકે: ખંડણીખોરોથી કંઇ રીતે બચવું ?
ન્યૂડ તસવીર મોકલી રંગીન મિજાજી યુવા વર્ગને ફસાવી બ્લેક મેઇલિંગ સામે સાવધાની આવશ્યક
સાઇબર એટેક સામે લડવા પોલીસ કેટલી સજ્જ?, વિદેશ સ્થિત ભેજાંબાજો સામે પોલીસ વામણી?
પરિચિતો દ્વારા જ ફેક આઇડી બનાવી પરિવારને થતી પજવણી ઘાતક બની શકે
4-જી સીમ કાર્ડમાંથી 5-જી સીમ કાર્ડ ટ્રાન્સફર કરવાના બહાને ઓટીપી મેળવી થતી છેતરપિંડી સામે સાવચેતી જરૂરી
વિશ્ર્વમાં ઝડપથી આવતા પરિવર્તનના કારણે છેલ્લા એક દસકામાં થયેલી ડિઝીટલ ક્રાંતિથી લોકોના જીવન અને વ્યવહારમાં જડમુળથી ફેરફાર સાથે બદલાવ આવ્યો છે. પહેલાંના સમયમાં લોકો વાયરથી જોડાયેલા ફોનનો ઉપયોગ કરતા હતા. ત્યાર બાદ કોડલેશ ફોનનો યુગ આવ્યો અને વાયરલેશ ફોનનો યુગ આવ્યા બાદ હાલ સમાર્ટ ફોન અસ્તીત્વમાં આવ્યા છે. ટેકનોલોજીના યુગમાં ડિઝીટલ ક્રાંતિથી અનેક સગવડ અને સુવિધા પ્રાપ્ત થઇ છે. સંદેશા વ્યવહારની સાથે ડિઝીટલ ટ્રાન્જેકશન આંગળીના ટેરવે સરળ બની ગયા છે. સુવિધાની સાથે દુવિધા પણ વધી છે. સાઇબર ક્રાઇમના ભેજાબાજો દ્વારા ફેક આઇડી બનાવી, ઇન્ટરનેટ યુઝરના તમામ ડેટા હેક કરી બ્લેક મેઇલીંગ કરી ખંડણી પડાવી કે પછી પરિવારની બિભત્સ પજવણી કરી પરેશાન કરવા જેવી મુશ્કેલી પણ આવી છે. સાઇબર ભેજાબાજોથી બચવા કેટલી સાવચેતી જરૂરી છે. તે અંગે જાગૃતિ લાવવા તંત્ર દ્વારા સેમિનાર યોજવામાં આવે છે આમ છતાં ઇન્ટરનેટ યુઝર સાઇબર એટેકમાં ફસાતો હોય છે. ફાયદા સાથે દુર ઉપયોગના કારણે સાઇબર ક્રાઇમના ગુનાનું પ્રમાણ વધ્યું છે.
1-10-22ના રોજ દિલ્હી, મુંબઇ, કોલકાતો, ચેન્નાઇ, હૈદરાબાદ, સિલીગુડી, નાગપુર સહિત દેશના 13 શહેરોમાં 5-જી સર્વિસ કાર્યરત થઇ છે. ઇન્ટરનેટ યુગમાં 5-જી પાંચમી પેઢી ગણવામાં આવે છે. 5-જી ટેકનોલોજી પાયામાં મિલીમીટર વેવ સ્પેકટ્રમ ખુબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. જેના કારણે ઝડપી ડાઉન લોડ અને અપલોડ થઇ શકે છે, આ ટેકનોલોજી દ્વારા વિશ્ર્વમાં એક સમાન ઝડપથી મેચ થઇ કનેકટીવિટી પુરી પાડી શકાય છે. મોબાઇલ દ્વારા કમ્પ્યુટરને નિયંત્રણ કરી શકાય છે. ભવિષ્યમાં આવનારી કુદરતી આફતનો અગાઉથી અંદાજ મેળવી શકાય છે. તબીબી સારવાર પણ પણ ઘણો ઉપયોગ થાય છે. કોઇ પણ સ્થળેથી દર્દીને ઓપરેટ કરી શકાય છે. વિશ્ર્વની કોઇ પણ યુનિર્વસિટીમાં ચાલતા અભ્યાસક્રમો વિદ્યાર્થીઓ ઘરે બેઠા શિક્ષણ મેળવી શકે છે. ખોવાયેલી કે ગુમ થયેલી વ્યક્તિને સરળતાથી શોધી શકાય છે.
5-જી વપરાશકારો પર કેવા પ્રકારના સાઇબર એટેક થઇ શકે છે. તે અંગેની જાણકારી આપતા રાજકોટ સાઇબર ક્રાઇમના એસીપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, અત્યારે વિશ્ર્વના 70 દેશોમાં 5-જી સર્વિસ રોલ આઉટ થઇ ચુકી છે. જેના અભ્યાસ પરથી એવું કહી શકાય કે, પાંચ પ્રકારે સાઇબર એટેક થઇ શકે છે. જેમાં રેન્સમવેર, ડીડોસ, ફીસીંગ, મેન ઇન મિડલ એટેક અને સોશ્યલ એન્જિનીયરીંગ એટેકનો સમાવેશ થઇ શકે છે. અત્યારના સમયમાં 4-જી નેટવર્ક વાપરીએ છીએ ત્યારે આ પાંચ પ્રકારના સાઇબર એટેક ઇન્ટરનેટ યુઝર પર કોમન રીતે ઉપલબ્ધ છે. પરંતુ 5-જીના ઝડપી યુગમાં રોબોટીક, આર્ટિફિસીયલ ઇન્ટેલીઝન્સ અને ઇન્ટરનેટ ઓફ થ્રીગ્સનું મહત્વ વધશે પરિણામે કલાઉડ અને ડેટા સલામતિએ ભારત સહિત દુનિયાના તમામ 5-જી નેટવર્ક ધરાવતા દેશો માટે પડકાર બની જશે તેમ કહ્યું હતું.
સાઇબર ફોર્ડ અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ બીલમાં કેટલીક અસરકારક જોગવાઇ કરી છે. મોબાઇલ ધારકને બિભત્સ કોલ અને તસવીર મોકલી ફોડ મેસેજથી બ્લેકમેઇલીંગની ઘટનામાં ફસાવતા બચાવવા પર ભાર મુકયો છે. બીલમાં ફેશબુક, વોટસએપ, ટેલિગ્રામ સહિતની એપ્લીકેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે ઓટીટીને પણ આવરી લેવામાં આવી છે. આ બીલ પાસ થયા બાદ સાઇબર ક્રાઇમના ગુનાખોરીમાં ઘટાડો થશે તેમ જણાવવામાં આવી રહ્યું છે.
સમાર્ટ બનાવતી એપલ, સેમસંગ અને શાઓમી કંપનીઓએ ભારતે ડેવલોપ કરેલી નેવીગેશ સિસ્ટમનો ઉપયોગ કરવા કહ્યું છે. જેથી આવનારા દિવસોમાં કંપની પર વધારાનો બોજો આવી શકે છે. તેના હાર્ડવેરમાં પણ ફેરફાર થઇ શકે છે. સરકાર વિદેશી સિસ્ટમ પર નિર્ભર રહેવા માગતી નથી ભારતનું નેવીગેશન ખુબ જ સરળ અને સટીક છે. તેના કારણે આર્થિક ફાયદો પણ મળશે અને ભારત આત્મનિર્ભર તરફ આગળ વધી શકાશે તેમ જણાવ્યું છે.
સાઇબર ભેજાંબાજને ભરીપીવા ‘સાઇબર યુથ’ કાર્યરત
સાઈબર ક્રાઈમના ગુનેગારોને પકડવા પડકાર પણ અશકય નથી: એસીપી વિશાલ રબારી
ટેકનોલોજીના યુગમાં ગુનેગારો પણ આધૂનિક બની ગયા છે. ત્યારે આવા ભેજાબાજ સાઇબર ક્રાઇમના ગુનેગારન નાથવા માટે સરકાર દ્વારા સમગ્ર દેશને જોડતી ‘સાઇબર યુથ’ વેબ સાઇડ સાથે સજ્જ બની છે.
જેમાં સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન અને ઓન લાઇનમાં થતા તમામ ગુનાઓની સાવચેતી સાથેની છેલ્લામાં છેલ્લી માહિતી આપવામાં આવે છે. આ વેબ સાઇટમાં 45થી વધુ સાઇબર સેવાઓ ઉપલબ્ધ છે. જેમાં સાઇબર ક્રાઇમની સાવચેતી અંગે અને ખાસ સેવામાં મદદરૂપ થતી માહિતી મળી રહે છે. આધાર ચકાસણી, ઇન્ટનેટરના આઇપી એડ્રેસ, પ્રોકસી,નોડ-કોડ, વીપીએન એડ્રેસની માહિતી, સેવ કરેલી તસવીરો, ફોન અથવા ગેઝેટમાં રહેલા ડેટાને સાચવી રાખવાની માહિતી, ટિવટર પરનું સંપૂર્ણ અવલોકન, સીમ કાર્ડ તથા ફોન નંબરને લગતી માહિતી, મોબાઇલ ફોનની સિક્યુરિટી અને લોકીંગ અંગેની માહિતી તેમજ સાઇબરને લગતા તમામ રિચર્સની ડેટા વેબ સાઇટની મદદથી જાણકારી મળી રહેશે તેમ રાજકોટ સાઇબર ક્રાઇમના એસીપી વિશાલ રબારીએ કહ્યું છે.