સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ ૨૧ કેટેગરીવાળા દિવ્યાંગ ભાઈઓ બહેનોએ લાઈવ નૃત્ય ગરબા, મીમીક્રી, મોટીવેશન સ્પીચ સહિતના કાર્યક્રમો રજૂ કર્યા

ગોંડલ શહેર તાલુકા ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શ્રી બદ્રીનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, દિવ્યાંગ એક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ, રામદેવસિઁહ એમ. જાડેજા ચેરિટેબલ ટ્રસ્ટ- રિબડા અને સ્વ એસ.કે વાડોદરિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજ સિંગાર પાર્ટી પ્લોટ, જુના કોર્ટ બિલ્ડિંગ સામે, આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે દિવ્યાંગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ગોંડલ સૌરાષ્ટ્ર તથા ગુજરાતના તમામ ૨૧ કેટેગરીવાળા દિવ્યાંગ ભાઈ બહેનો તથા બાળકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, સ્ટેજ કાર્યક્રમમાં દિવ્યાંગ ક્ષેત્રના જ વિખ્યાત કલાકારો દ્વારા તેમની કલા પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં લાઈવ નૃત્ય ગરબા, મીમીક્રી, મોટીવેશન સ્પીચ, હાસ્ય દરબાર તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા.

IMG 20191202 WA0013 1

અતીથી વિશેષમાં રાજ્ય મંત્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, ક્ષત્રિય અગ્રણીની અનિરુદ્ધસિંહ જાડેજા, નગરપાલિકા તંત્ર, માર્કેટિંગ યાર્ડ તંત્ર, તાલુકા પંચાયત તેમજ શહેરના નામી ઉદ્યોગપતિઓ, અનામી સંસ્થાઓ ના સદસ્યો હાજર રહ્યા હતા.

7537d2f3 2

દિવ્યાંગો દ્વારા આ પ્રકારનો સાંસ્કૃતિક કાર્યક્રમ ગોંડલમા પ્રથમ વખત આયોજન કરાયો હતો, જેમા અર્જુન રાજુભાઈ ધાના દ્વારા ડાન્સ પર્ફોમન્સ, લેખક મેઘલ ઉપાધ્યાય દ્વારા કવિતા પઠન, કુંજલ છાયા દ્વારા મોટીવેશન સ્પીચ, દિવ્યાંગ સફળ બિઝનેસમેન ભરતભાઈ જોગીયા દ્વારા મોટીવેશન સ્પીચ, ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ જય છનિયારા દ્વારા મીમીક્રી રજૂ કરાઈ હતી, પ્રયાસ ગ્રુપ રાજકોટના મનો દિવ્યાંગ બાળકો દ્વારા પ્રોગ્રામ, જીનિયસ સુપર કીટ સ્કૂલના મનો દિવ્યાંગ બાળકો દ્વારા યોગાસન તથા ગણેશ વંદના, સ્નેહ નિર્જર શાળાના બાળકો દ્વારા રાસ ગરબા, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સમીરભાઈ દ્વારા પ્રેરણાદાયી વાતો,જે. વી. શાહ સર દ્વારા િજ્ઞિં ને લગતી માહિતી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પેઇન્ટર નટવરભાઈ સુરેલા દ્વારા લાઈવ પેઇન્ટિંગ, મોહંમદ સલિમ નાગોરી દ્વારા ડાન્સ પર્ફોમન્સ અગ્રણી ઉદ્યોગપતિ દિનેશભાઈ પંડયા દ્વારા મોટીવેશન સ્પીચ તેમજ નવનિધિ દિવ્યા ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા વિલચેર પર્ફોમન્સ કરવામાં આવ્યા હતા. સ્પેશ્યલ પ્રોગ્રામોમાં ડોક્ટર જીતેન્દ્ર અઢિયા દ્વારા મોટીવેશન સ્પીચ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગરબા કિંગ ચેતન જેઠવા સપ્તક ફોક ડાન્સ ગ્રુપ દ્વારા સ્પેશિયલ પર્ફોમન્સ તેમજ હાસ્ય કલાકાર તેજસ પટેલ દ્વારા હાસ્યરસ રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ડો.દીપક વાડોદરિયા તેમજ રતિલાલ રાઠોડ સહિતનાઓ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.