સુકમા જિલ્લામાં સુરક્ષાદળ અને નક્સલીઓ વચ્ચે શુક્રવારે થયેલી અથડામણમાં એક CRPF જવાન શહીદ. શુક્રવારે સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની 212 બટાલિયન સેનાએ છત્તીસગઢની 208 કોબ્રા પોલીસ સાથે સુકમામાં કિસ્તરમ કેમ્પ પાસે ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઇ, જેમાં એક સીઆરપીએફ જવાન ઘાયલ થઇ ગયો. ઘયાલ જવાનને કિસ્તર કેમ્પ લાવવામાં આવ્યો જ્યાં તેનું મોત થઇ ગયું. શહીદના શબને રાયપુર મોકલવામાં આવ્યું છે. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ સુંદરરાજે કહ્યું, “આ ઘટનામાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અનિલકુમાર મૌર્યનું મોત થયું છે.”
ઉલ્લેખનીય છે કે 9 એપ્રિલના રોજ છત્તીસગઢના બીડાપુરમાં નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે સુરક્ષાકર્મીઓ શહીદ થઇ ગયા હતા. નક્સલીઓએ સુરક્ષાદળોની બસ પર અચાનક ગોળીબાર અને સુરંગમાં વિસ્ફોટ કરી દીધો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com