ડેપ્યુટી ડીડીઓ હાજર થયા છતાં હજુ એક જગ્યા ખાલી
રાજકોટ જિ.પં.કચેરીમાં ચૂંટણી પૂર્વે સભ્યો – અરજદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા અરજદારો વિના સુની પડેલી જિલ્લા અને તાલુકા પંચાયત કચેરીઓમાં અરજદારો અને સભ્યોની ચહલ પહલ વધી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી આચાર સંહિતા લાગુ થાય તે પહેલા કામો મંજૂર કરાવવા જુદા જુદા વિભાગોમાં સભ્યો અને અરજદારોનાં આંટાફેરા જોવા મળી રહયા છે.
લોક દરબાર વખતે માંડ ચાર -પાંચ ચેરમેનોની હાજરી રહેતી હતી, અધિકારીઓ કાર્યક્રમોમાં વ્યસ્ત જોવા મળી રહ્યાં છે. જો કે મહેકમ મુજબ એક ડે.ડીડીઓની જગ્યા હજુ ખાલી છે. આ ઉપરાંત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતનાં અધિકારીઓની જગ્યા ખાલી છે જે લાંબા સમયથી ભરાતી નથી. આચાર સંહિતા લાગુ થાય તે પૂર્વે પંચાયત તંત્ર પણ ગરીબ કલ્યાણ મેળા સહિતનાં કાર્યોમાં વ્યસ્ત જોવા મળી રહી છે.
જુદી જુદી સમિતિઓનાં સભ્યો અને ચેરમેનોની હાજરી પણ કચેરીમાં દેખાઈ રહી છે. અગાઉ લોક દરબાર વખતે પણ માંડ ચાર – પાંચ ચેરમેનોની હાજરી જોવા મળતી હતી જયારે હાલ મોટા ભાગની ચેમ્બરોમાં ભીડ જોવા મળી રહી છે. દરમિયાન આજે નવી નિમણૂંક પામેલા ડે.ડીડીઓ નીમેષ પટેલ હાજર થયા હતા પરંતુ હજુ ઘણી શાખાઓ શાખા અધિકારીઓ વિના નિરાધાર બનવા પામ્યું છે.