લોધેશ્વર સોસાયટીમાં સંબંધના દાવે વૃધ્ધે મકાન બંને ભાઈઓને રહેવા આપ્યું તું: બંનેની ધરપકડ
અબતક, રાજકોટ
રાજકોટમાં ગોંડલ રોડ પર લોધેશ્વર સોસાયટીમાં વૃધ્ધે રહેવા આપેલ મકાન સંબંધીએ પચાવી પાડી ધમકી આપતા હોવાથી તેને માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડ કરી પૂછતાછ હાથધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ લોધેશ્વર સોસાયટી શેરી નં-2 ના ખૂણે રહેતા અને નિવૃત જીવન વ્યતિત કરતા રામસીંગ જરીયા (ઉ.વ.75) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે લોધેશ્વર કો.ઓ.હા.સો.માં પ્લોટ ખરીદ કર્યો હતો. બાદમાં તેમાં બાંધકામ કર્યું હતું., 2005 ની સાલમાં તેના ભાભી સ્વ.વિજયાબેને તેને કહ્યું કે તેના બહેન શાંતાબેનના બે પુત્રો અર્જુન અને જગદીશનું મકાન રામનગરમાં આવેલું જેનું હાલ ચાલુ છે. જેથી તેમનું મકાન તૈયાર થાય ત્યાં સુધી સંબંધના દાવે તમારા મકાનમાંથી એક રૂમ અને રસોડું તેમને ઉપયોગ કરવા માટે આપો.
જેથી તેણે બંનેને એક રૂમ અને ઓસરી સાથેનું રસોડું ઉપયોગ કરવા માટે આપ્યું આ માટે કોઈ ભાડું લેતા ન હતા. પાંચેક માસ બાદ મકાન તૈયાર થઈજતા બંને આરોપીઓને પોતાનું મકાન ખાલી કહેતા બોલાચાલી શરૂ કરી હતી. સાથોસાથ એમ પણ કહી દીધું હતું.કે હવે અમે મકાન ખાલી કરવાના નથી. તમારાથી થાય તે કરી લ્યો.જેથી બંને વિરૂધ્ધ કલેકટર ઓફિસમાં લેન્ડ ગ્રેલિંગ હેઠળ અરજી કરી હતી. તપાસના અંતે અરજીના આધારે ગુનો નોંધવાનો નિર્ણય લેવાતા આજે માલવીયાનગર પોલીસે ગુનો દાખલ કર્યો હતો, લેન્ડ ગ્રેજિંગના કૈસોની એસીબી તપાસ કરતા હોવાથી નિયમ મુજબ આ કેસની તપાસ પણ એસીપીને સોંપાતા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.