- લોકો ક્યારેય સાંપ્રદીયક નવરાત્રિ નહીં સ્વીકારે !!
- મુસ્લિમ યુવાનને બેફામ માર મરાયાનો વીડિયોે થયો હતો વાયરલ: ’અજાણ્યા’ ઈસમો વિરૂઘ્ધ ગંભીર કલમો હેઠળ કેસ દાખલ
અમદાવાદના કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયોમાં કેટલાક લોકો ગરબાના ગ્રાઉન્ડ પર મારામારી કરતા જોવા મળી રહ્યા છે. જણાવાયા મુજબ, જે યુવકોની પીટાઈ થઈ રહી છે તે મુસ્લિમ છે અને જે લોકો માર મારી રહ્યા છે તે બજરંગ દળના કાર્યકર્તાઓ છે. વિડીયો સિંધુ ભવન રોડ પર આયોજિત એક ગરબા સ્થળનો છે. બજરંગ દળે આરોપ લગાવ્યો કે, ગરબા સ્થળ પર ઘૂસીને આ મુસ્લિમ યુવકો લવ જેહાદ કરતા હતા. મુસ્લિમ યુવાનોને માર મારવાની ઘટનામાં સરખેજ પોલીસે ગંભીર કલમો હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં ગરબા ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ યુવકને બેરહમીપૂર્વક માર મરાતો હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો અનુસંધાને સરખેજ પોલીસ સ્ટેશનમાં અંતે ગુન્હો નોંધાયો છે. સરખેજ પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ 153-એ(બે ધર્મ-સંપ્રદાય-સમુદાય વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાવવું), કલમ 143(કાયદો મંજૂરી ન આપે તેવું કૃત્ય આચરવું), કલમ 323(હુમલો કરવો), કલમ 147(રાયોટીંગ), કલમ 294બી(અપશબ્દો બોલવા) સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.ગુજરાત વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્ર સિંહ રાજપૂતે કહ્યું કે, બજરંગ દળના કાર્યકર્તાઓએ મંગળવારની રાતે બે જગ્યાએ ચેકિંગ કર્યું. આ દરમિયાન તેમણે જાહેરાત કરી કે, ગરબા સ્થળ પર બીજા ધર્મના લોકો મળશે તો તે તેમને છોડશે નહીં. તેમણે કહ્યું કે, ગરબામાં મુસ્લિમોનો ભાગ લેવો વર્જિત છે. હિતેન્દ્ર સિંહે કહ્યું કે, ચેતવણી આપવા છતા, બીજા ધર્મના ચાર યુવકો એક કાર્યક્રમ સ્થળ પર જોવા મળ્યા હતા. અમારા કાર્યકર્તાઓએ લવ જેહાદ રોકવા માટે તેમને પકડી લીધા. રાજપૂતે સ્વીકાર્યું કે, ચારે યુવકોને માર મારવામાં આવ્યો.