રામનાથપરામાં ગરબીનો મંડપ બાંધતા મજૂરો સાથે ટ્રાફિક બાબતે માથાકુટ થતા લોકોને ડરાવવા પત્નીની પિસ્તોલ કાઢી હતી

રાજકોટમાં રામનાથપરા ચોક ખાતે વર્ષોથી યોજાતી ગરૂડની પ્રાચીન ગરબીના સ્થળે ટ્રાફિક જામ થવાના પ્રશ્ને ગઈકાલે મહિલા સીઆઇડી પીઆઇના પતિએ ગન કાઢી સિન સપાટા કર્યા બાદ ટોળુ એકઠું થઇ જતા ગન ફેંકી દીદી હતી. તેમ છતાં ટોળુ રોષે ભરાયું હતું અને ઉગ્ર જીભાજોડી કરતા મહિલા પીઆઇના પતિએ બીજી ગન કાઢી ડરાવવાનો પ્રયાસ કર્યાની પોલીસને જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી સમગ્ર ઘટના – અંગે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.

Screenshot 1 43

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઈ એમ.બી.શેરગીલની સર્વિસ રિવોલ્વર લઈ તેનો પતિ જસજીત સુરેન્દ્રસિગ ચહલ ગઈકાલે બપોરે એકટીવા લઈ રામનાથપરા ગરૂડ ગરબી ચોકમાંથી પસાર થયો હતો. તે વખતે ત્યાં મંડપ ફીટીંગનું કામ ચાલી રહ્યું હતું. જેનો સામાન રોડ પર પડયો હતો. જેને કારણે ટ્રાફિક જામ થયો હતો. જેથી જસજીતે મજુરોને સામાન સાઈડમાં લેવાનું કહેતા મજુરોએ થોડી રાહ જોવાનું કહ્યું હતું.

તે સાથે જ જસજીતે પિતો ગુમાવ્યો હતો અને તેણે પિસ્તોલ કાઢી હતી. જેને કારણે સ્થળ પર હાજર ગરબીના આયોજકો અને મજુરોમાં દેકારો મચી ગયો હતો. તત્કાળ તેમણે આ અંગે પોલીસને જાણ કરતા એ-ડીવીઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી.તે વખતે જસજીત એક પાનના ગલ્લા પાસે આરામથી ઉભો હતો. પોલીસે તેના પેન્ટના ખિસ્સાની જડતી લેતા શ્લોક પિસ્તોલ મળી આવી હતી. મેગ્ઝીનમાં 15 જીવતા કાર્ટીસ લોડ કરેલા હતા. જયારે બીજા ખિસ્સામાંથી ખાલી મેગ્ઝીન મળી આવ્યું હતું.

જેથી આ પિસ્તોલના આધાર-પુરાવા રજુ કરવાનું કહેવાતા તેણે પિસ્તોલ રાજકોટ સીઆઈડી ક્રાઈમમાં પીઆઈ તરીકે ફફરજ બજાવતાં પત્ની એમ.બી.શેરગીલની હોવાનું કહેતા તેને એ-ડીવીઝન પોલીસ મથકે લઈ જવાયા બાદ પીએસઆઈજે.ડી.વસાવાએ સરકાર તરફે ફરિયાદ બની આમ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

તેનું એકટીવા, પિસ્તોલ, કાર્ટીસ વગેરે મળી કુલ રૂા.1.16 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસ હેડકવાર્ટર ખાતે બનેલા નવા કવાર્ટરમાં રહેતા જસજીત પાસેથી એક રમકડાની પિસ્તોલ પણ મળી આવી હતી.જો કે પોલીસે તેનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો નથી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.