ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી રહેશે ઉ5સ્થિત
રાજયભરમાં આગામી 10 થી 15 ઓગષ્ટ દરમિયાન હર ઘર તિરંગા યાત્રા યોજાવાની છે મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ પટેલ આગામી શનિવારથી રાજકોટ ખાતેથી હર ઘર તિરંગા યાત્રાનો આરંભ કરાવશે. આ તકે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય જળ શકિત મંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ અને ગૃહ રાજયમંત્રી હર્ષભાઇ સંઘવી ખાસ ઉ5સ્થિત રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા. 10 ઓગસ્ટના રોજ રાજકોટ ખાતેથી ’તિરંગાની આન, બાન અને શાન’ થીમ સાથે હર ઘર તિરંગા યાત્રા પ્રારંભ કરાવશે. કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને ’હર ઘર તિરંગા’ યાત્રાના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર હર ઘર તિરંગા યાત્રામા દેશવાસીઓ દેશભક્તિના રંગે રંગાશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે તેમ જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું.
આ તકે જિલ્લા કલેક્ટરએ અધિકારીઓને જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં પણ આગામી તા. 10 ઓગસ્ટથી તા. 14 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા યોજાશે. જેથી લોકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવના વિકસે તે પ્રકારે માહોલ બનાવવા આયોજન કરવું, જુદી જુદી કચેરીઓએ ટેબ્લોનું નિદર્શન કરવું, ગ્રામ્ય, તાલુકા તથા શહેરી વિસ્તારમાં વોર્ડ મુજબ ટીમવર્ક સાથે કામગીરી કરી વધુને વધુ લોકો આ પર્વમાં જોડાઈ તે માટે કાર્યરત રહેવા અધિકારીઓને કલેક્ટરએ સૂચના આપી હતી.
જિલ્લામાં ’હર ઘર તિરંગા’ યાત્રા અંતર્ગત લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવે, જીઆઇડીસી વિસ્તાર, સહકારી મંડળીઓ, તમામ દુકાન ધારકો, વેપારીઓ, સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટી, વિવિધ સંસ્થાઆ