‘અબતક’ની મુલાકાતમાં વીર મેરામણ પ્રિમિયર લીગના આયોજકોએ ટુર્નામેન્ટની આપી વિગતો
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના સમસ્ત ખવાસ રાજપુત સમાજના ઉત્કર્ષ વિકાસ માટે કાર્યરત દેશળ દેવ એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખવાસ રાજપુત સમાજની વીર મેરામણ પ્રિમીયર લીગ 2023નું આયોજન કરાયું છે.
‘અબતક’ ની મુલાકાતમાં આયોજકો સાવનભાઇ રાઠોડ, અશ્ર્વીનભાઇ ચૌહાણ, સુનીલભાઇ પરમાર, પ્રતિકભાઇ બારડએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા વીમ મેરામણ પ્રિમીયર લીગ 2023નું સમસ્ત ખવાસ રાજપુત સમાજના યુવાનો માટે ઓપન સૌરાષ્ટ્ર-ગુજરાત ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ રૂપે રમાશે. આ ટુર્નામેન્ટ રપ જાન્યુઆરી રતનપર મોરબી હાઇવે ખાતે આવેલ રૂદ્રશકિત ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. સૌરાષ્ટ્રમાં વસતા ખવાસ રજપુત સમાજના યુવાનો માટે દર વર્ષે દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. મોરબી હાઇવે પર રૂદ્ર શકિત ક્રિકેટ ગ્રાઉન્ડ રાજકોટ, તા. ર25-1-2023 બુધવારે યોજાનારી વન-ડેના ખવાસ રાજપુતોની ટીમો ટકરાશે.
આ ટુર્નામેન્ટના આયોજક દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના મેનેજીંગ ડિરેકટર કાનાભાઇ ચૌહાણ, ટ્રસ્ટ મોનાલીબેન ચૌહાણ, અરવિંદભાઇ વાઘેલા, કારોબારી સભ્ય સાવનભાઇ રાઠોડ, રાજભાઇ સોઢા, ગૌરવભાઇ સોલંકી (વિવેક ડિઝાઇન), અશ્ર્વિનભાઇ ચૌહાણ, રતનભાઇ રાઠોડ, ઉષાબેન વાઘેલા, કરણભાઇ વાઘેલા, સંજયભાઇ વાઘેલા:, નરેન્દ્રભાઇ ચૌહાણ (આસ્થા એજયુકેશન) નિરવભાઇ ચૌહાણ, ગૌરવભાઇ ગોહિલ, સુનિલભાઇ પરમાર, પ્રતિકભાઇ બારડ, અલ્પેશભાઇ ગોહિલ, ખીલનભાઇ ભટ્ટી, સન્નીભાઇ વાઘેલા, કમલેશભાઇ પરમાર, જયભાઇ હાપા, ભાવેશભાઇ હાડા, પાર્થભાઇ ભટ્ટી, પ્રિયાંકભાઇ ચૌહાણ, હિતેશભાઇ ચાવડા, દેવાંગભાઇ મકવાણા, શૈલેશભાઇ ચૌહાણ, આનંદભાઇ મકવાણા, હિતેષભાઇ હાપા વગેરે સભ્યો ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે.