માજી લેપ્ટન મહીપતસિંહ સાથે માજી સૈનિકોને પી.એસ.આઇ. સી.બી. જાડેજાએ ભારતીય ફલેટ આપી સન્માનીત કર્યા
ઓખા મંડળ ખાતે સુરક્ષા સેતુ અતગત દેવભુમિ દ્વારકા જીલ્લા પોલીસ તથા મીઠાપુર પોલીસ સ્ટેશન અંતર્ગત ર૧ ઓકટોબરશહીદ દિવસની ઉજવણી ના ભાગ રુપે દેશભકિત ગીત સંગીતનું ભવ્ય આયોજન મહીલા પી.એસ.આઇ. સી.બી. જાડેજા તથા તેમની પોલીસ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં લેપ્ટન જનરલ મહીપતસિંહજી સાથે સ્થાનીક માજી સૈનિકો ખાસ હાજર રહ્યા હતા. અહી શાળાના વિઘાર્થીઓ દ્વારા દેશભકિત અને શોર્ય ગીતોની કૃતિઓ રજુ કરી સર્વેને મંત્ર મુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનીક મહીલા પીએસઆઇ ચંન્દ્રકલા બી. જાડેજા તથા તેમના પોલીસ સ્ટાફે ખુબ જ સારી જહેમત ઉડાવી હતી.
આ કાર્યક્રમમાં સ્થાની કલાકારો દ્વારા દેશભકિત ગીતો રજુ કરી પ્રજામાં દેશદાઝ અને દેશ ભકિતની જાગૃતિને સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે દેશભકિતના ગીતો પર ડાન્સ કરનારા તમામ વિઘાર્થીઓને ટાટા કેમી. લી. અધિકારી શુકલા તથા સર્વે અગ્રણીઓના હસ્તે ઇનામો આપી પોત્સાહીત કરાયા હતા. અને આ પ્રસંગે પધારેલા તમામ માજી સૈનિકોને ભારતીય ફલેગ આપી સન્માનીત કરાયા હતા.