આપણાં દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં પણ જો ૧-૨ રુપિયાનો વધારો થાય છે. ત્યારે લોકો હંગામો મચાવે છે તેવા સમયે જો એક એવા દેશની વાત કરી કે જ્યાં એક બોટલ દૂધની કિંમતે બધી સીમાઓ પાસ કરી છે. જ્યાં એક બોટલ દૂધની કિંમત સોમા નહિં. પરંતુ હજારોમાં અંકાઇ છે. તેમજ જો એક અઠવાડિયાનું કરિયાણું ખરીદવું હોય તો તેના માટે લાખોનું બજેટ રાખવું પડે છે. તો આવો જાણીએ દેશ વિશે…..
વેનેઝુએલા નામનાં આ દેશમાં એક બોટલ દૂધ માટે લોકો ૪૮ હજાર ચુંકવે છે. અને ગંભીર આર્થિક સંકળામળથી ભીંસમાં આવેલાં વેનેઝુએલામાં પરિસ્થિતિ એવી છે કે લોકોને કરિયાણું લેવા દુકાને જાય ે. તો કોથળો ભરીને નાણા લઇ જવા પડે છે.
અહિં જણાવીએ કે કેન્દ્રિય બેંકની પાસે માત્ર ૧૦ અરબ ડોલર બચ્યા છે. બેંકનો ખજાનો દેવું ચૂંકવવામાં જ પૂરો થઇ હજુ પણ રશીયા, ચીન અને જાપાન જેવા દેશોનાં દેવા ચૂંકવવાનાં ખૂબ જ ઓછી થઇ છે. અહિં એક ડોલરની વેલ્યુ ૮૪,૦૦૦ બોલિવર થઇ છે. માહિતી અનુસાર માનીએ તો અહિંના લોકોને દુકાનમાં રોજબરોજની ચીજવસ્તુઓ પણ નથી મળતી અને જ્યાં મળે છે. ત્યાં મહિનાનાં કરિયાણા માટે લાખો બોલિવરની જરુરત પડે છે જ્યારે ગરીબી રેખાનાં લોકોને પોતાનાં ૨.૨ લાખ બોલિવર પગારમાંથી ઘરનાં બે છેડા તે શું કરિયાણાના નાણા પણ પૂરા નથી થઇ શકતા. જેના કારણે આ દેશમાં ભૂખમરાની પરિસ્થિતિ સર્જાઇ છે.