ભાદર યોજના આધારિત રીંબડા ફિલ્ટર પ્લાન્ટથી ગુરૂકુલ પમ્પીંગ સ્ટેશન વચ્ચે નવો વાલ્વ મુકવાની કામગીરી હાથ ધરવાની હોય ગુરૂવારે વોર્ડ નં.7 અને 13માં જયારે શુક્રવારે વોર્ડ નં.7, 14 અને 17માં પાણી વિતરણ બંધ

મેઘરાજાએ જુલાઈ માસમાં અનરાધાર હેત વરસાવી દીધું છે. રાજકોટની જળજરૂરીયાત સંતોષતા તમામ જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી છે છતાં મહાપાલિકા દ્વારા શહેરીજનો પર પાણી કાપના કોરડા વિંઝવામાં આવી રહ્યા છે. આગામી ગુરૂવાર અને શુક્રવારે શહેરના પાંચ વોર્ડમાં પાણી કાપ ઝીંકી દેવામાં આવ્યો છે.

આ અંગે કોર્પોરેશનની વોટર વર્કસ શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ ભાદર યોજના આધારીત રિંબડા ફિલ્ટર પ્લાન્ટથી ગુરૂકુલ પમ્પીંગ સ્ટેશન વચ્ચે ગોંડલ રોડ પર એસ.ટી.વર્કશોપની સામે 900 એમ.એમ.ની પાઈપલાઈન પર નવો બટરફલાય વાલ્વ મુકવાની કામગીરી હાથ ધરવાની હોય તા.4ને ગુરૂવારના ગુરૂકુલ હેડ વર્કસ હેઠળ આવતા ગોંડલ રોડ પરના વોર્ડ નં.7ના ભકિતનગર સ્ટેશન પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉધોગનગર સહિતના વિસ્તારો, વોર્ડ નં.13ના નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરૂપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરીદ્વાર સોસાયટી, સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ એરીયા, ગુણાતીતનગર, જે.ડી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્ર્વર સોસાયટી, માલવીયાનગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી વેદ વાડી, જુની પપૈયાવાડી અને ટપુભવન પ્લોટમાં પાણી વિતરણ બંધ રહેશે.

જયારે તા.5ને શુક્રવારના રોજ વોર્ડ નં.7ના ઢેબર રોડ પરના વિસ્તારો ઉપરાંત વોર્ડ નં.14ના વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ભકિતનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની, માસ્ટર સોસાયટી, મીલપરા, મયુર પાર્ક, પુજારા પ્લોટ, આનંદનગર, મધુરમ પાર્ક, ગુલાબનગર અને અમૃત પાર્ક જયારે વોર્ડ નં.17ના નારાયણનગર ભાગ-1 અને 1, નારાયણનગર મફતીયું, ઢેબર કોલોની ભાગ-1, 2, 3 અને હસનવાડી ભાગ 1-2, વાલકેશ્ર્વર સોસાયટી, ઈન્દિરાનગર, મેઘાણીનગર, ન્યુમેઘાણીનગર, આર્શિવાદ સોસાયટી, ગુરૂજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતીકા સોસાયટી, આનંદનગર વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.