કોર અને એડવાઈઝરી કમિટીના ચેરમેન તરીકે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ રહેશે

વિશ્વભરના રોકાણકારો ગુજરાતમાં આકર્ષાય તે માટે રાજય સરકાર દ્વારા દર બે વર્ષ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવે છે.

જેમાં વિશ્વના અનેક દેશોના  રોકાણકારો  ગુજરાતમાં  ઉદ્યોગ  સ્થાપવા  અથવા મૂડી  રોકાણ કરવા માટે  કરાર કરે છે. વાઈબ્રન્ટ ગુજરાત   સમિતિના આડે હવે  સાત મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે  વ્યવસ્થાના ભાગ રૂપે ત્રણ અલગ અલગ કમિટીની  રચના કરવામાં આવી છે.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે કોર કમિટી, એડવાઈઝરી  અને એજયુકેટીવ કમીટીની  રચના કરવામાં આવી છે. જેમાં કોર અને એડવાઈઝરી  કમિટીના  ચેરમેન તરીકે ખૂદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહેશે  જયારે એકિસકયુટીવ કમિટીના ચેરમેન તરીકે ઉદ્યોગ વિભાગના એડિશ્નલ ચીફ સેક્રેટરી  રહેશે.  વાઈબ્રન્ટ  ગુજરાતની તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવીરહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.