કોવિડ-૧૯ને અનુલક્ષી તકેદારીના પગલાંની ચર્ચા વિચારણા
એસ.ડી.એમ. સરયુ, મામલદાર ભાવનાબેન અને તબીબો રહ્યા ઉપસ્થિત
કોવિડ ૧૯ ને અનુલક્ષીને રાજકોટ જિલ્લા એસડીએમ સરયુ દ્વારા પડધરી તાલુકામાં મામલતદાર કચેરીએ પડધરી સરકારી તંત્રના અધિકારીઓ ની હાજરીમાં તાલુકા હેલ્થ ઓફિસ ની ટીમ, અને ખાનગી હોસ્પિટલ ના ડોક્ટરો ની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
મિટિંગમાં કોવિડ-૧૯ ના વધતા જતા કેસોને પડધરી તાલુકા માં હેન્ડલ કરવા માટે કેવી સાવચેતી રાખવી તે અનુસંધાને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
પડધરી તાલુકા માં તમામ અધિકારીઓ તથા તાલુકા હેલ્થ ઓફિસ ના કર્મચારીઓનું અને ખાનગી ડોક્ટરોનું એક પ્રાઇવેટ ગ્રુપ બનાવવા આદેશ કર્યો હતો.
જે ગ્રુપમાં ખાનગી ડોક્ટરો દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ને દરરોજના દર્દીઓનું રિપોર્ટિંગ કરવાનું કહ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા ધન્વંતરી રથ ચાલુ કરવામાં આવ્યો છે ત્યારે પડધરી તાલુકા માં આ રથ ચાલુ કરેલ છે. કફ, કોલ્ડ કે ફીવરવાળા દર્દી ઓ જે ખાનગી હોસ્પિટલમાં ચેકઅપ માટે આવે તે કયા વિસ્તારના છે તેની નોંધ કરી તાલુકા હેલ્થ ઓફિસર ને જાણ કરવાની રહેશે તેઓ નિર્ણય કરાયો હતો. જેના આધારે જે વિસ્તારમાં વધુ દર્દીઓ નોંધાય તે વિસ્તારમાં ધન્વંતરી રથ દોડાવી તે વિસ્તારના તમામ લોકોનું ચેક અપ કરી સ્પે. ઉકાળો પીવડાવવામાં આવશે.
રાજકોટ જિલ્લા એસડીએમ દ્વારા પડધરીના સરકારી તંત્ર તથા ખાનગી ડોક્ટરોની ટીમની પ્રશંસા કરી હતી. પડધરી પ્રોપર માં કોઈ કેસ ના હોય અને જે કેસ છે તે બહારથી આવેલા વ્યક્તિઓને જ પોઝિટિવ કેસ આવ્યો છે જેથી ભવિષ્યમાં પણ કોઈ પણ પોઝિટિવ કેસ ના આવે તે માટે રાજકોટ જિલ્લા એસડીએમ સાહેબ દ્વારા આવા મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા.
સાથે સાથે એસડીએમ સાહેબ દ્વારા પડધરી તાલુકા સરકારી અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી કે કોઈ પાનની દુકાન કે ચાની હોટલ માં જો નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો તેમની દુકાન કે હોટલને સાત દિવસ માટે પડધરી તાલુકા ના અધિકારીઓ દ્વારા બંધ કરાવી દેવામાં આવશે.
રાજકોટ જિલ્લા એસડીએમ પડધરી મામલતદાર ભાવનાબેને પરની હોટલો નું સરપ્રાઇઝ ચેકિંગ પણ કર્યું હતું પરંતુ હાઇવે પરની હોટલો માં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરેલા ગ્રાહકોને જ એન્ટર થવા દેવામાં આવે છે. હાઈવે હોટલોમાં હર્બલ ટી અને આયુર્વેદિક ઉકાળો કઈ રીતે બનાવવો તે અંગેની માહિતી આપતા બેનરો પણ પડધરી તાલુકા મામલતદાર માંથી જાહેર જગ્યાઓમાં તથા હાઇવે હોટલ ઉપર લગાડવામાં આવ્યા હતા.