પોતાના અવનવા ફીચરથી યુઝર્સને વધુ અકર્ષનાર WhatsApp પોતાના કરોડો એન્ડ્રોઈડ યુઝર્સ માટે વધુ નવા આકર્ષક ફીચર લાવ્યું છે. Android ફોન પર WhatsApp પર એક સાથે 100 જેટલા ફોટા અને વીડિયો તમે શેર કરી શકશો. આ ન્યુ ફીચર યુઝર્સ માટે તેમના સ્માર્ટફોન ગેલેરીમાંથી તમારા મિત્રો અને પરિવાર સાથે મોટી સંખ્યામાં ફોટા શેર કરવાનું સરળ બનાવે છે તો ચાલો જાણીએ આ બાબતે વિગતવાર…

અત્યારસુધી તમે WhatsAppમાં ૩૦ થી વધુ ફોટા શેર કરી શકતા નહોતા ત્યારે હવે WhatsAppના આ નવીનતમ ફીચારના લીધે તમે ૧૦૦થી વધુ ફોટા અને વીડીયો શેર કરી શકશો. WhatsApp તમને આ ફોટા શેર કરવાની મંજુરી આપશે.

WhatsAppમાં ૩૦થી વધુ ફોટા અને વીડીયો શેર કરવા માટે શું કરવું ??

 

સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વોટ્સએપ સર્ચ કરો. અહીં, એપ્લિકેશન અપડેટ્સ તપાસો. જો અપડેટ ઉપલબ્ધ હોય તો તેને અપડેટ કરો. તમારે તપાસ કરવાની જરૂર છે કે તમારું WhatsApp વર્ઝન 2.22.24.73 છે કે નવું છે. વર્ઝન અપડેટ થયા બાદ આ નીચેના પગલા અનુસરો:

1.WhatsApp ખોલો અને વ્યક્તિગત ચેટ અથવ ગ્રુપ ચેટ વિન્ડો ખોલો

2.હવે, એટેચમેન્ટ આઈકન પર ટેપ કરો (પેપર ક્લિપ જેવું લાગે છે), જે ટેક્સ્ટ બોક્સની ડાબી બાજુએ મૂકવામાં આવે છે.

3.ગેલેરી વિકલ્પ પસંદ કરો

4. હવે, ફોટા પસંદ કરવાનું શરૂ કરો (નવી મર્યાદા હવે 100 છે). તેથી, તમે 100 જેટલા ફોટા પસંદ કરી શકો છો.
5.એકવાર પસંદ કર્યા પછી, નીચે જમણા ખૂણામાં મોકલો આયકન પર ટેપ કરો

તમે હજી પણ 30 થી વધુ ફોટા પસંદ કરી શકતા નથી, જાણો શા માટે ??

નવી સુવિધા તબક્કાવાર રીતે બહાર આવી રહી છે અને તમામ વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં થોડો સમય લાગી શકે છે. થોડા દિવસો રાહ જુઓ અને પછી ઉપર જણાવેલ પગલાંને અનુસરવાનો પ્રયાસ કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.