- “અબતક” મુલાકાતમાં બ્રહ્માકુમારી અંજુદીદી, ભગવતીદીદી અને હિતેશભાઈએ
- કાર્યક્રમની વિગતો સાથે ધર્મ લાભ લેવા બ્રહ્માકુમારી બહેનોને કર્યું “આહવાન”
ઓમ શાંતિ મંત્ર માં અનોખી શક્તિ છે જીવનની સાચી સાધના છે અને સર્વ સમસ્યાનો સમાધાન છે અબ તકની મુલાકાતે આવેલા બ્રહ્માકુમારી અંજુ દીદી ભગવતી દીદી અને બ્રહ્મકુમાર હિતેશભાઈએ રાજકોટ ખાતે બ્રહ્માકુમારીક જયંતિ મહોત્સવ ની ઉજવણી ના આયોજન ની વિગતો આપી આ મહોત્સવમાં 1500થી વધુ બાલ બ્રહ્મચારી તપસ્વી બહેનો નું સંમેલન રાજકોટમાં આધ્યાત્મિક ઊર્જા અને શિવભક્તિનો માહોલ સર્જશે
વૈશ્વિક શાંતિ સદભાવના સાથે કાર્યરત બ્રહ્માકુમારી સંસ્થા ગુજરાતમાં 1965 માં આવી હતી જેને 50 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર બ્રહ્માકુમારી ગુજરાત પરિવારમાં આનંદનો ઉત્સવ છવાયો છે રાજકોટ ના ત્રંબાખાતે તારીખ 21/22 ડિસેમ્બરે હેપી વિલેજ’ રીટ્રીટ સેન્ટર ખાતે અનેકવિધ કાર્યક્રમ સાથે હિરક જયંતિ મહોત્સવ ઉજવાશે જેમાં રાજયોગ નો અભ્યાસ કરતા 60 કલાકારો દ્વારા ગુજરાતના દરેક જિલ્લાની વિશેષતા સામાજિક સેવાઓને આગામી સેવાઓ ની યોજનાઓ પ્રસ્તુત કરતી સુંદર નૃત્ય નાટિકા પ્રસ્તુત કરશે 60 મહેમાનો દ્વારા સદભાવનાની 60 જ્યોત પ્રગટાવાશે ત્યારે એક સાથે 1500 બહેનો ઓમ ની “નાદ સાધના” કરશે.. રાજકોટના ત્રંબાની પવિત્ર ભૂમિ ખાતે પ્રથમવાર મોટી સંખ્યામાં તપસ્વી રાજ્યોગીની બ્રહ્માકુમારી બહેનોના મહાસંમેલન માં દિવ્ય જીવન સંયમ નિયમ અને મર્યાદા નો જીવન મંત્ર ઉજાગર થશે આ કાર્યક્રમમાં આબુથી બ્રહ્માકુમારીના મહા સચિવ બ્રિજમોહનભાઈ ખાસ ઉપસ્થિત રહીને સ્વ પરિવર્તનના સંકલ્પોને મજબૂત બનાવવા ની પ્રેરણા આપશે અમદાવાદ મહેસાણા સુરત જૂનાગઢ જિલ્લાના બ્રહ્માકુમારીના વર્ષ તપસ્પી બહેનો ખાસ ઉપસ્થિત રહેશે ગુજરાતમાં ડાયમંડ જુબેલી નિમિત્તે આગામી વર્ષ 2025 માં ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતી દીદીના માર્ગદર્શન હેઠળ બ્રહ્માકુમારી દ્વારા રાજ્યના દરેક જિલ્લાએ શૈક્ષણિક સામાજિક સેવાઓ ના યજ્ઞમાં વ્યસનમુક્તિ પ્લાસ્ટિક જાગૃતિ ઓર્ગેનિક ખેતી માર્ગ સલામતી ધ્યાન શિબિર સહિતના શ્રેણીબદ્ધ કાર્યક્રમો દ્વારા ડાયમંડ જુદી જુદી ની ઉજવણી કરવામાં આવશે રાજકોટના ત્રંબા ખાતે યોજાનારા જયંતી વર્ષની ઉજવણીમાં લાભ લેવા બ્રહ્મકુમારી બહેનો ને આહવાન કરવામાં આવ્યું છે.
બ્રહ્માકુમારીની સ્થાપનાનો ઇતિહાસ આઝાદી પૂર્વે રચાયો હતો
બ્રહ્મા કુમારીઝની સ્થાપના નિવૃત્ત ભારતીય ઉદ્યોગપતિ દાદા લેખરાજ ક્રીપલાણી દ્વારા 1937માં હાલના પાકિસ્તાની હૈદરાબાદમાં કરવામાં આવી હતી તેમનું આધ્યાત્મિક નામ પ્રજાપિતા બ્રહ્મા છે અને તેમને પ્રેમથી બ્રહ્મા બાબા કહે છે. 1936 આધ્યાત્મિક દિવ્ય શક્તિ નો સંચાર થતાં, તેમને એક શાળા બનાવવાની પ્રેરણા મળી જ્યાં સદ્ગુણી અને ધ્યાનશીલ જીવનના સિદ્ધાંતો અને પ્રથાઓ
શીખવી શકાય. આ પ્રથમ શૈક્ષણિક સંસ્થા નું મૂળ નામ ’ઓમ મંડળી’ હતું. તેમાં મુઠ્ઠીભર પુરુષો, સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ થતો હતો, જેમાંથી ઘણાએ સમુદાય તરીકે સાથે રહેવાનું નક્કી કર્યું હતું. અને આમ બ્રહ્માકુમારી વિચારધારા ના બીજ રોપાયા જે આજે વિશ્વભરમાં વટ વૃક્ષ બનીને શિવ ભક્તિ સાથે સાથે માનવ સંસ્કાર અને સંવેદના અહિંસા પરોપકાર ના ગુણોનો માનવમાં રોપણ કરે છે.