૩૩ હેકટર જેટલી જમીન ખાનગી, ખેડૂતોએ ૧ ચો.મી.ના રૂ.૨૫૦૦ માંગ્યા: ૨૩ અને ૨૪મીએ એવીએશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ રાજકોટ આવશે: ૪ ડિસેમ્બરે ગાંધીનગરમાં ફરી બેઠક

રાજકોટ નજીક અમદાવાદ હાઈવે પર હિરાસર ગામે નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થનાર છે. જેના માટે થનાર જમીન સંપાદનમાં વિવાદ થાય તેવા એંધાણો વર્તાઈ રહ્યાં છે. હિરાસર એરપોર્ટ માટે નકકી કરાયેલી જગ્યામાં ૩૩ હેકટર જેટલી જમીન ખાનગી છે. જેની માલીકી ધરાવતા ખેડૂતો ૧ ચો.મી.ના રૂ.૨૫૦૦ માંગી રહ્યાં છે.

રાજકોટ નજીક અમદાવાદ હાઈવે પર હિરાસર ગામે નવા ઈન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણ માટે ઘણા સમયથી તંત્ર દ્વારા તૈયારીઓ થઈ રહી છે. આ એરપોર્ટમાં ૪૩૫ હેકટર જેટલી જમીન વન ખાતાની છે જેની સંપાદન માટે તાજેતરમાં ગાંધીનગર ખાતે બેઠક મળી હતી ત્યારે હવે ફરી ગાંધીનગર ખાતે ખાનગી જમીન સંપાદન મુદ્દે આગામી ૪ ડિસેમ્બરે બીજી વખત બેઠક યોજાનાર છે.

મળતી માહિતી મુજબ હિરાસર એરપોર્ટની નકકી કરાયેલી જગ્યામાં ૩૩ હેકટર જેટલી જગ્યા ખાનગી છે. આ ખાનગી જમીનના સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂતો ૧ ચો.મી.ના રૂ.૨૫૦૦ માંગી રહ્યાં છે. ત્યારે આ સંપાદનની પ્રક્રિયામાં વિવાદો થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.

જો કે વહીવટી તંત્ર દ્વારા જમીન સંપાદન મામલે ખેડૂતો સાથે બેઠકો પણ યોજવામાં આવી છે. ઉપરાંત આગામી ૨૩ અને ૨૪મીએ એવીએશન ડિપાર્ટમેન્ટ તેમજ જમીન સંપાદન વિભાગના અધિકારીઓ રાજકોટ આવવાના છે. ખેડૂતોની માલીકીની જમીન એરપોર્ટ માટે સંપાદિત કરવા અર્થે અગાઉ અમદાવાદ જીઆઈડીસી વિભાગના ડેપ્યુટી કલેકટરની ટીમે રાજકોટ પ્રાંત ૨ કચેરી ખાતે ખેડૂતો સાથે બેઠક પણ કરી હતી. જાણકારોના જણાવ્યા પ્રમાણે ૩૩ હેકટર જમીનના સંપાદનમાં ભાવ મામલે વિવાદ થાય તેવી પૂરી શકયતાઓ જણાય રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.