ડો. કૃષ્ણ ગોપાલ, સ્વામી સઁપૂર્ણાનંદજી ઉપરાંત રાજકીય-સામાજીક સંસ્થાઓના હજારો પ્રતિનિધિઓ ઉ૫સ્થિત રહ્યા
ભારતીય સમાજના અઘ્યક્ષ મુકતાનંદજીબાપુના અઘ્યક્ષ સ્થાને ભવ્ય વિશાલ સમરસતા સમારોહ પંજાબ- હરીયાણામાં પંચકુલા ખાતે યોજાયેલ આપણો દેશ વિભીન્ન સંસ્કૃતિઓનો દેશ છે. આખા વિશ્ર્વમાં ભારત દેશની અલગ ઓળખ છે. અલગ અલગ સંસ્કૃતિઓ અલગ અલગ ભાષાઓ છેફ. છતાં આપણે એક પરિવારની જેમ જોડાયેલા છીએ. એટલું જ નહી પરંતુ દેશની અખંડીતાને જોડી રાખવા સતત તત્પર રહીએ છીએ આવું સ્વામી સંપૂર્ણાનંદજી બ્રહ્મચારી મહારાજને વ્યકત કરેલ પંચકુલા સેકટર નં.૧ માં આવેલ રેડ વિશપમાં વિશ્ર્વ પરમાર્થ ફાઉન્ડેશન આયોજીત સમરસતા સમારોહમાં ઉ૫સ્થિત જનસમુદાયને સંબોધીત કરેલ. સ્વામી સંપૂર્ણાનંદજી બ્રહ્મચારીજીએ કહેલ કેસંગઠન બધી શકિતઓની તાકાત છે. એકતાના બળ ઉપર અનેક રાષ્ટ્રોનું નિર્માણ થયેલ છે. એકતામાં મહાનશકિત સમાયેલી છે.
એક મંચ ઉપર ઉપાસક શાસક અને પ્રશાસક એકત્રિત થયેલ આ સમારોહમાં મુખ્ય અતિથિ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના સર કાર્યવાહ ડો. કૃષ્ણ ગોપાલ ઉપસ્થિત રહેલ અગિન અખાડાના અઘ્યક્ષ તેમજ ભારતીય સાધુ સમાજના રાષ્ટ્રિય અઘ્યક્ષ તેવા મુકતાનંદજી બાપુ, ડો. કૃષ્ણગોપાલજી પરમાર્ર ફાઉન્ડેશન ના સંસ્થાપક તેમજ સંચાલક તેવા સંત શિરોમણી સ્વામી સંપૂર્ણાનંદજી મહારાજ તેમજ રાજકીય ધાર્મીક તેમજ સામાજીક સમુદાયે દિપ પ્રાગટય કરીને સમરસતા સમારોહનો શુભ આરંભ કરેલ. આ કાર્યક્રમ સાંજે પ વાગ્યે શરુ કરવામાં આવેલ.
રાષ્ટ્રીય એકતાનો મતલબ એ છે કે તમામ નાગરીક રાષ્ટ્રના પ્રેમમાં ઓતપ્રોત રહે બધા પહેલા ભારતીય છે પછી હિન્દુ મુસ્લીમ તેમજ અન્ય જ્ઞાતી હોય છે. સ્વામીજીએ કહેલ કે હું ભારત વિભિન્ન સંસ્કૃતિઓ ધર્મો અને સંપ્રદાયોનો સંગમ સ્થળ છે. અહીયા બધા ધર્મો અને સંપ્રદાયોને એક સરખો દબજજો આપવામાં આવે છે. આ સમારોહમાં હરીયાણા, પંજાબ, ઉતરપ્રદેશ, ઉતરાખંડ ઝારખંડ, હિમાચલ પ્રદેશ ગુજરાતના સંતો તેમજ રાજકીય સામાજીક સંસ્થાઓના હજારોની સંખ્યામાં પ્રતિધિઓએ ભાગ લીધેલ.ધર્મગ્રંથો પ્રમાણે સમાજના કયારેય જાતીવાદ રહેલ નથી ધર્મ ગ્રંથોએ દરેક ગુરુજનોની વાણી છે. જે લોકો ન્યુ કામ કરતા હતા તેને તેવી રીતે ઓળખવામાં આવતા હતા. વિચાર કરવાની જરુર છે કે આ નાત જાત વાદ સમાજના કયાંથી આવી ગયો તેમ પ.પૂજય મુકતાનંદજીબાપુએ જણાવ્યું હતું.વિશ્ર્વમાં વ્યકિતને મોટી મોટી લકઝરી ગાડીઓ મળી શકે છે. ઉચા ઉચા મકાનો તો જોવા મળે છે પરંતુ એક ચીજ એવી છે કે તે કેવલ ભારતમાં જ મળે છે તે આઘ્યાત્મીક આઘ્યાત્મકતા વિના સમરસતાને સફળ બનાવવા મુશ્કેલી છે તેમ ડો. કૃષ્ણ ગોપાલ સિહ સહ કાર્યવાહી રાષ્ટ્રીય સ્વયસેવકએ જણાવેલ છે.